કોરોના: જાપાનમાં ફસાયેલા ભારતીયોએ PM મોદી પાસે માંગી મદદ, સારવાર ન થતાં વધી મુશ્કેલી
કોરોના (Coronavirus)નો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો અલગ-અલગ દેશોમાં ફસાયેલા છે. કોરોના વાયરસ મહામારીના લીધે જાપાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે મુસીબતો વધતી જાય છે.
નવી દિલ્હી: કોરોના (Coronavirus)નો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો અલગ-અલગ દેશોમાં ફસાયેલા છે. કોરોના વાયરસ મહામારીના લીધે જાપાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે મુસીબતો વધતી જાય છે.
એકતરફ જ્યાં લોકડાઉનના લીધે તે વતન પરત ફરી રહ્યા છે, તો બીજી તરફ ભૂકંપ અને સુનામી પણ પરેશાનીઓ વધારી રહી છે. જોકે સોમવારે પણ જાપાનના પૂર્વી તટની નજીક 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સાથે જ ભૂકંપ અને સુનામી પર કામ કરનાર એક્સપર્ટ્સના અનુસાર આગામી દિવસોમાં 9 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવી શકે છે. જે ખૂબ ભયાવહ હશે. એવામાં કોરોના વાયરસ અને ભૂકંપના આંચકા આવી શકે છે, જે ખૂબ ભયાનક હશે. એવામાં કોરોના અને ભૂકંપના આંચકા સહન કરી રહેલા જાપાનમાં ફસાયેલા ભારતીય વીડિયો સંદેશ દ્વારા ભારત સરકાર પાસે મદદની અપીલ કરી રહ્યા છે, પરંતુ તેમને હજુ મદદ મળી નથી.
જાપાનમાં અત્યારે અઢી હજાર વિદ્યાર્થી અને કર્મચારીઓ ફસાયેલા છે. જાપાનના ટોક્યો શહેરમાં ફસાયેલા કમલ વિજયવર્ગીયએ મંગળવારે વીડિયો સંદેશ જાહેર કરી જણાવ્યું હતું કે ''હું 18 માર્ચના રોજ ફક્ત ચાર દિવસ માટે અહીં આવ્યા હતા. અચાનક લાગેલા લોકડાઉનના કારણે ભારત પરત ફરી રહ્યા નથી. અહીં સ્થિતિ બીજા દેશોના મુકાબલે ભયાવહ છે. અહીં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 13,500થી વધુ છે અને હોસ્પિટલમાં બેડ ભરાઇ ચૂક્યા છે.
તેમણે જણાવ્યું હતું કે 'હોસ્પિટલોમાં જાપાની મરીજોને જ એડમિટ કરવામાં આવી રહ્યા છે, એવામાં ભારતીયો માટે અહીં સારવાર કરાવવી ખૂબ મુશ્કેલ છે. ઉપરથી અહીં સતત ભૂકંપ આવી રહ્યા છે. ગત એક અઠવાડિયામાં નાના મોતા લગભગ 11 ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. એક તો કોવિડ 19થી પરેશન છે, ઉપરથી ભૂકંપનના કારણે અહીં જેટલા પણ ભારતીય છે, ડરેલા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકાર, પીએમઓ, જાપાનમાં ઇન્ડીયન એમ્બેસીથી પણ સંપર્ક કર્યો છે, પરંતુ હજુ પણ કોઇ મદદ મળી શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube