COVID-19 In China: કન્ટેઈનર બોક્સમાં લાશો ભેગી કરવા મજબૂર બન્યું ચીન!
China Corona In Update: કોરોનાના વધતા પ્રકોપથી દુનિયાભરમાં એકવાર ફરીથી ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીનમાં કોવિડનો એક નવો વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. તેના અનેક કેસ અમેરિકા અને ભારત સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના આંકડા ડરામણા છે. સાચા આંકડા દુનિયાથી છૂપાવવા માટે ચીન ભાત ભાતના ગતકડાં અજમાવી રહ્યું છે.
China Corona In Update: કોરોનાના વધતા પ્રકોપથી દુનિયાભરમાં એકવાર ફરીથી ખૌફનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીનમાં કોવિડનો એક નવો વેરિએન્ટ BF.7 તબાહી મચાવી રહ્યો છે. તેના અનેક કેસ અમેરિકા અને ભારત સહિત અન્ય દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના આંકડા ડરામણા છે. સાચા આંકડા દુનિયાથી છૂપાવવા માટે ચીન ભાત ભાતના ગતકડાં અજમાવી રહ્યું છે. આ વખતે ચીનની રાજધાની બેઈજિંગમાં પણ હાલાત ભયાનક થઈ ગયા છે. એવા રિપોર્ટ્સ છે કે ચીનના ફ્યૂનરલ સેન્ટરમાં હવે લાશો માટે જગ્યા ઓછી પડવા લાગી છે.
શું છે મામલો
કોરોનાથી થયેલા મોતના સાચા આંકડા રજૂ કરવાના મામલે ચીન પહેલેથી શંકાના દાયરામાં છે. આ વખતે હાલાત પહેલા કરતા પણ વધુ ખરાબ થયા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીનની રાજધાની બેઈજિંગમાં મોટા પાયે કન્ટેઈનર બોક્સ લાવવામાં આવ્યા છે. જે ફ્યૂનરલ સેન્ટર દાંગજીઓની બહાર રાખવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ફ્યૂનરલ સેન્ટરની નજીક કોઈને પણ જવાની મંજૂરી નથી. એટલે સુધી કે મીડિયાને પણ તેની પાસે જવા દેવામાં આવતું નથી. અંતિમ સંસ્કાર માટે ફ્યૂનરલ સેન્ટરમાં જગ્યા ન મળવાથી મૃતદેહોને પીળા રંગની બેગમાં રાખવામાં આવે છે. ફ્યૂનરલ સેન્ટરની બહાર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ મોટા મોટા કન્ટેઈનરોમાં મૃતદેહોને રાખવામાં આવી રહ્યા છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube