Coronavirus Symptoms: કોરોનાના નવા સબ વેરિઅન્ટના આ 2 લક્ષણો જરાય હળવાશમાં ન લેતા, જોતા જ અલર્ટ થજો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ હવે આ બે સબ વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ચીફ ટેડ્રોસ એડહાનોમે આ બે વેરિઅન્ટ વિશે કહ્યું કે `કોરોના વાયરસ આટલો વધુ પડતો મ્યૂટેડ કેમ થઈ રહ્યો છે તે અમને ખબર પડતી નથી. આપણને એ પણ નથી ખબર કે હવે શું થશે અને હજુ કેટલા સબ વેરિએન્ટ આવશે.`
Coronavirus Symptoms: ભારતમાં કોરોના વાયરસની પહેલી, બીજી અને ત્રીજી લહેર આવી ગઈ અને આ દરમિયાન મોટું નુકસાન પણ વેઠવું પડ્યું. હવે પાછું દેશમાં સંક્રમણ વધી રહ્યું છે અને ચોથી લહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. ધીરે ધીરે કેસ વધી રહ્યા છે અને રોજ 3000ની આસપાસ નવા કેસ નોંધાય છે. બીજી બાજુ દુનિયાભરમાં કોરોનાએ પાછો કહેર મચાવવાનો શરૂ કરી દીધો છે. અનેક દેશોમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. દ. આફ્રિકામાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેની પાછળ BA.4 અને BA.5 કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે.
WHO એ પણ ચિંતા વ્યક્તિ કરી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ હવે આ બે સબ વેરિઅન્ટને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ચીફ ટેડ્રોસ એડહાનોમે આ બે વેરિઅન્ટ વિશે કહ્યું કે 'કોરોના વાયરસ આટલો વધુ પડતો મ્યૂટેડ કેમ થઈ રહ્યો છે તે અમને ખબર પડતી નથી. આપણને એ પણ નથી ખબર કે હવે શું થશે અને હજુ કેટલા સબ વેરિએન્ટ આવશે.'
આ બે લક્ષણોથી ખાસ અલર્ટ રહો
BA.4 અને BA.5 ના વધતા કેસ જોતા તજજ્ઞોએ આ બંને વેરિઅન્ટના લક્ષણો અંગે ફરીથી સાવધ કર્યા છે. OE Covid Study app ના ચીફ પ્રોફેસર ટીમ સ્પેક્ટરે કહ્યું કે આ બે સબ વેરિઅન્ટ વધુ જોખમી નથી પરંતુ આમ છતાં સાવધાની વર્તવાની જરૂર છે. તેમણે તેના લક્ષણો અંગે પણ લોકોને ચેતવ્યા અને કહ્યું કે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે સુગંધ ન અનુભવતા હોવ તો તે તો કોરોનાનું સામાન્ય લક્ષણ છે. જે સબ વેરિઅન્ટ BA.4 અને BA.5 ના દર્દીઓમાં પણ જોવા મળે છે. આમ થતું હોય તો જરાય હળવાશમાં ન લેવું.
અન્ય એક લક્ષણ કે જે Tinnitus (કાનમાં તમરા બોલવા) છે તેને પણ જરાય હળવાશમાં ન લેવું. પ્રોફેસર સ્પેક્ટર અને તેમની ટીમે કોરોના દર્દીઓમાં ટિનાઈટિસની તપાસ માટે સર્વે હાથ ધર્યો અને 19 ટકા એટલે કે કોરોનાના સંક્રમિત 5 લોકોમાંથી એક વ્યક્તિમાં આ પ્રકારની સમસ્યા હતી. જો કે દરેક દર્દીમાં લક્ષણો અલગ પણ હોઈ શકે છે. જેમાં કાનમાં અંદર સીટી વાગવી, પડઘા પડવા, વગેરે હોઈ શકે છે.
લક્ષણો દેખાય કે સંક્રમણને આગળ વધતું રોકવા માટે તરત જ ટેસ્ટિંગ અને આઈસોલેશન હાથ ધરવા. સંક્રમણની સટિક જાણકારી માટે RT-PCR ટેસ્ટ કરાવવો અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે અને એ કન્ફર્મ ન થઈ જાય કે તમે કોરોના સંક્રમિત નથી ત્યાં સુધી ઘર પર જ રહો.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube