બેઇજિંગ : એક તરફ યુનાઇટેડ કિંગડમ (United Kingdom)માં નવા કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યા રોજ 30 ટકાના દરે વધી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓનો ઇલાજ સામાન્ય રીતે કરવામાં આવી રહ્યો છે. UKના પ્રધાનમંત્રી બોરિસ જોનસને જાહેર કર્યું છે કે આ મુશ્કેલ સમયમાં કોરોના સિવાયના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ નહીં કરવામાં આવે. આ સિવાય ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને સાત દિવસ માટે ઘરમાં આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસઃ વિશ્વભરમાં પીડિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી, ભારતમાં 151 લોકો સંક્રમિત


UKમાં કેટલાક મેડિકલ રિસર્ચ ઓર્ગનાઇઝેશને કલેક્ટિવ ડિફેન્સની સલાહ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. 600થી વધારે UK વૈજ્ઞાનિકોએ ઓપન લેટર લખીને વિરોધ કર્યો છે અને નાગરિકો સરકાર પર સકારાત્મક પગલાં ભરવા માટે દબાણ કરી રહ્યા છે. હવે જનતાના વિરોધ પછી UKના વડાપ્રધાન બોરિસ જોન્સને 16 માર્ચે જાહેરાત કરી છે કે UK ચોક્કસપણે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે યોગ્ય પગલાં લેશે. આ સિવાય ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોને ઘરમાં 14 દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે. 


કોરોનાથી અમેરિકામાં ટાળવામાં આવી ફાંસીની સજાઓ, ઇટાલીમાં 24 કલાકમાં 345ના મોત, જાણો વિશ્વની સ્થિતિ


આ મામલે વિપક્ષી નેતા જેરેમી કોર્બેને કહ્યું છે કે ''જો આ ભયંકર રોગનો પ્રકોપ આવશે તો હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને દાખલ કરવા માટે અસમર્થ હશે કારણ કે બ્રિટને 10 વર્ષ માટે સાર્વજનિક સેવાના ખર્ચામાં ઘટાડો કર્યો છે. આના કારણે બ્રિટનમાં મેડિકલ સુવિધાઓ નબળી પડી છે. 30 વર્ષ પહેલાંની સરખામણીમાં બ્રિટનમાં હવે હોસ્પિટલમાં માત્ર 1.5 લાખ બેડ છે અને હજારો ડોક્ટર અને નર્સ ડ્યુટી પર નથી.''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube