Corona Updates in World: ચીનમાં કોરોનાનો પ્રકોર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસોને કારણે હાલ ચીનમાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. જેને કારણે હવે દુનિયાના અન્ય દેશોમાં પણ દહેશત ફેલાઈ રહી છે. કારણકે, ચીનમાં લોકો હજુ પણ દુનિયાભરમાં વિમાનથી તેમજ અન્યત્ર મુસાફરી કરી રહ્યાં છે. જેને કારણે દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. દરેક દેશ માટે આ એક ગંભીર અને ચિંતાજનક વિષય છે.  ચીનથી ઈટાલી આવેલી ફ્લાઈટમાં 50 ટકા મુસાફરો પોઝિટિવ નિકળતા હડકંપ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. હોસ્પિટલમાં લાંબી લાઈનો, દવા માટે લોકોના વલખા અને સ્મશાનઘરોમાં પણ વેઈટિંગથી સ્થિતિ ભયાવહ બની ગઈ છે. બીજી તરફ મહામારીને લઈને ચીનની સ્થિતિ જોઈને તમામ દેશોની ચિંતા વધી ગઈ છે. ચીનની બહાર જનાર લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ બતાવવો ફરજિયાત છે. અમેરિકા પણ હવે આ સ્થિતિથી ડરી ગયું છે. ચીનથી અમેરિકામાં આવનાર વ્યક્તિએ કોરોનાનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું ફરજીયાત છે. આ નિયમ લાગુ કરવા માટે 5 જાન્યુઆરીનો સમય અપાયો છે.


આ તરફ ચીનથી બે ફ્લાઈટ ઈટાલીમાં આવી હતી. જેમાં કોરોનાની તપાસ કરાતા ઘણા મુસાફરો કોરોના પોઝિટિવ આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચીનથી આવેલી ફ્લાઈટમાંથી પ્રથમ ફ્લાઈટમાં 92 મુસાફરોમાંથી 35 પોઝિટિવ આવ્યા છે, જ્યારે બીજી ફ્લાઈટમાં 120 મુસાફરોમાંથી 62 એટલે કે 52 ટકા મુસાફરો કોવિડ પોઝિટિવ આવ્યા છે.


છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કયા કેટલાં કેસ?
જાપાન…………….…216,219
દક્ષિણ કોરિયા….87,517
જર્મની………………40,810
બ્રાઝિલ……………37,104
અમેરિકા………..36,881
તાઈવાન…………28,168
ફ્રાન્સ……………..26,081
હોંગકોંગ………..20,865
રશિયા………………6,202
ચીલી……………..5,622
ચીન……………….5,231
ભારત…………….174


આમ જોઈએ તો ચીન આંકડા છૂપાવી રહ્યું છે તેવો દરેક દેશ અને મીડિયા આરોપ મૂકી રહ્યું છે. પણ ચીને જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો અગાઉના દિવસ કરતા કેસમાં વધારો જોવા મળ્યો છે. 24 કલાકમાં અહીં 5231 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. ચીનમાં કુલ એક્ટિવ કેસ 52 હજાર છે. અત્યાર સુધીમાં ચીનમાં કુલ 412,513 કેસ નોંધાયા છે.


મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીનમાં કોરોના મહામારીની આ ભયાનક સ્થિતિ સર્જાવા પાછળ વાયરનનું કોકટેલ જવાબદાર છે. અલગ અલગ વેરિયન્ટ એકસાથે આવવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ BF.7 વેરિયન્ટના ચીનમાં માત્ર 15 ટકા કેસ છે, 50 ટકાથી વધારે કેસ BN અને BQના છે. આ ઉપરાંત SVV વેરિયન્ટના 15 ટકા કેસ રિપોર્ટ થયા છે. આ ચાર વેરિયન્ટ એકસાથે આવવાથી કોરોનાએ ચીનમાં આ વિકરાલ રૂપ ધારણ કર્યું છે.


ભારતે ચીનથી આવનાર લોકો માટે આરટીપીસીઆર ફરજિયાત કરી દીધો છે. આ રિપોર્ટ ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા લોકો માટે ફરજિયાત છે. જો આ લોકોમાં સંક્રમણ જોવા મળશે તો ક્વોરન્ટાઈન કરાશે. બીજી તરફ અમેરિકા, જાપાન, મલેશિયાએ પણ ચીનથી આવનાર માટે ટેસ્ટ ફરજિયાત કર્યો છે.
ચીનમાં વધતા સંક્રમણથી પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. તેઓએ હોસ્પિટલોમાં આઈસીયુ એક્ટિવ મોડમાં રાખ્યા છે. પોઝિટિવ કેસનું જીનોમ સિક્વેસિંગ કરાઈ રહી છે. એટલુ જ નહીં હોસ્પિટલમાં વેન્ટિલેટર, ઓક્સિજનની સપ્લાઈ અને દવાઓના જથ્થા અંગે સમિક્ષા કરાઈ છે. પાકિસ્તાનમાં 24થી વધારે પોઝિટિવ કેસ મળ્યા છે.