1 જાન્યુઆરી 2023થી આ 6 દેશમાંથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, મોદી સરકારની જાહેરાત
નવી દિલ્હીઃ 1 જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરી કરતા પહેલા તેમના રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વિશ્વમાં કોરોનાના કેસો વધતાં રાજ્યના આરોગ્યમંત્રીએ આજે મોટી જાહેરાત કરી છે.
કોરોના હવે ફરીથી જે રીતે આપણા પાડોશી દેશ ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે તેને જોતા ભારત માટે પણ ચિંતા વધી છે. આ જ કારણ છે કે ભારત તરફથી હવે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેવાઈ રહ્યા છે. જેને જોતા હવે ચીન સહિત 5 દેશો એવા છે જ્યાંથી આવનારા મુસાફરો માટે આરટી પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
આ 5 દેશોમાંથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત
ચીનમાં જે રીતે કોરોના ફૂંફાડા મારી રહ્યો છે તેનાથી સમગ્ર દુનિયા ચિંતાતુર બની છે. ભારતમાં પણ હવે ચીન ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR Test ફરજિયાત કરવામાં આવ્યો છે. એરપોર્ટ પહોંચતા જો આ દેશમાંથી આવનારા કોઈ પણ મુસાફરમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળે કે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેમને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે બહાર પાડી 6 મુદ્દાની માર્ગદર્શિકા
આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ પર રાજ્યોને છ મુદ્દાની માર્ગદર્શિકા પણ મોકલી છે. જો કે દેશમાં કોવિડના કેસ ઓછા છે અને અત્યારે વધી રહ્યા નથી, પરંતુ આમ છતાં ભવિષ્યમાં ઉદ્ભવતા કોઈપણ પડકારોનો સામનો કરવો, તેનું સંચાલન અને જાળવણી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત મહત્ત્વનું છે. મહત્વના મુદ્દાઓ....
1. PSA પ્લાન્ટને સંપૂર્ણ રીતે કાર્યરત રાખવામાં આવે અને નિયમિત મોક ડ્રીલ કરવામાં આવે
તેમને તપાસવા માટે.
2. આરોગ્ય સુવિધાઓમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ની ઉપલબ્ધતા અને
તેમના રિફિલિંગ માટે અવિરત પુરવઠા શૃંખલા સુનિશ્ચિત કરવી
3. બેકઅપ સ્ટોક ઝડપી રીતે મળી રહે તે માટે ઓક્સિજન સિલિન્ડરોની પર્યાપ્ત ઇન્વેન્ટરી
રિફિલિંગ સિસ્ટમ જાળવવામાં આવે છે.
4. વેન્ટિલેટર, BipAp જેવા કાર્યાત્મક જીવન સહાયક ઉપકરણોની ઉપલબ્ધતા
અને તેમની ઉપભોક્તા વસ્તુઓ સાથે SpO2 સિસ્ટમો છે.
5. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સ્તરે ઓક્સિજન કંટ્રોલ રૂમને પુનઃજીવિત કરવા જોઈએ
.6. રોજિંદી ઓક્સિજનની માંગ માટે ઓડીએએસ પ્લેટફોર્મ પર ઓક્સિજનનો ઉપયોગ કરતી તમામ આરોગ્યસંભાળ સુવિધાઓના ઓન-બોર્ડિંગ અને અમલીકરણ માટે વપરાશનું નિરીક્ષણ કરવામાં આવે