બેઇજિંગઃ Corona Patient Pulled Out By Crane: ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં હડકંપ મચાવી દીધો હતો. આ દિવસોમાં ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે ચીનના એક શહેરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કોરોનાના એક દર્દીને ક્રેનની મદદથી તેના ઘરની છત પરથી બહાર ખેંચવામાં આવ્યો. આ ત્યારે થયું જ્યારે વ્યક્તિ છુપાઈને પોતાના ઘરમાં બેઠો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા શહેરોમાં બીજીવાર લૉકડાઉન
હકીકતમાં આ વાયરલ વીડિયો ચીનના એક શહેરનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોનાએ ફરી ગતિ પડકી લીધી છે અને તેના કારણે ઘણા શહેરોમાં ફરી લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં તે જોવા મળી રહ્યું છે કે ક્રેનની મદદથી એક દર્દીને ઘરના ઉપરના માળેથી બહાર કાઢવામાં આવ્યો છે. 


OMG! આ વ્યક્તિની આંખમાં ફ્લેશલાઈટ...Video જોઈને ચોંકી જશો


પરંતુ આ વીડિયો ચીનના ક્યા શહેરનો છે તેની જાણકારી સામે આવી નથી પરંતુ ચીનના એક ચર્ચિત લેખતે આ વીડિયોને શેર કર્યો છે. નોંધનીય છે કે કોરોનાને લઈને ચીની સરકાર દ્વારા ઝીરો કોવિડ પોલિસી અપનાવવામાં આવી છે. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube