Brazil માં કોરોનાની ભયાનક સ્થિતિ, દર્દીઓને બેડથી બાંધી રાખવા મજબૂર ડોક્ટર
બ્રાઝિલમાં (Brazil) કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બની ગયો છે. અહીં દરરોજ ઘણા એવા કિસ્સાઓ આવે છે કે ડોકટરો માટે તેમને સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં દવાઓની અછતએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે
બ્રાઝિલિયા: બ્રાઝિલમાં (Brazil) કોરોના વાયરસ (Coronavirus) બેકાબૂ બની ગયો છે. અહીં દરરોજ ઘણા એવા કિસ્સાઓ આવે છે કે ડોકટરો માટે તેમને સંભાળવું મુશ્કેલ થઈ ગયું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં દવાઓની અછતએ પરિસ્થિતિને વધુ વિકટ બનાવી દીધી છે. સ્થિતિ એવી છે કે ઘણી હોસ્પિટલોમાં દર્દીઓને પથારી સાથે બાંધીને રાખવા પડે છે. ન્યુઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ શામક ઔષધિ (Sedatives) વગર જ દર્દીઓને ઇન્ટુબેશન પ્રક્રિયામાંથી પસાર કરવા પડે છે.
Doctor એ જણાવી મજબૂરી
ઇન્ટુબેશન એક પ્રક્રિયા છે, જેમાં વેન્ટિલેટર દ્વારા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવે છે. જ્યારે દર્દી જાતે શ્વાસ લેવાની મુશ્કેલીનો અનુભવ કરે છે. Albert Schweitzer મ્યુનિસિપલ હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું કે, દવાઓમાં મોટી અછત થઈ રહી છે. Sedatives નો સ્ટોક વધારવા માટે અમે તેને ડાઈલ્યૂટ કરવું પડે છે. જો કે, જ્યારે તે સમાપ્ત થઈ જાય છે તો અમારે ન્યૂરોમસ્કુલર બ્લોકર્સનો ઉપયોગ કરી અને દર્દીઓને તેમના બેડથી બાંધવા માટે મજબૂર થવું પડે છે.
આ પણ વાંચો:- ભાગેડુ નીરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી, હવે બ્રિટનથી લાવવામાં આવશે ભારત
Spain સાથે ચાલી રહી છે વાતચીત
રિયો ડી જાનેરિયો અને સાઓ પાઉલો બંને જગ્યામાં Sedatives ની તીવ્ર અછત છે. સાઓ પાઉલોના આરોગ્ય સચિવએ તો ત્યાં સુધી કહ્યું છે કે શહેરના ગંભીર કોરોના દર્દીઓને સંભાળવાની ક્ષમતાનો અંત આવી રહ્યો છે. દરમિયાન, આરોગ્ય મંત્રી માર્સેલો ક્વિરોગાએ (Marcelo Queiroga) કહ્યું હતું કે સરકાર ઇમરજન્સી દવાઓ મેળવવા માટે સ્પેન અને અન્ય દેશો સાથે વાતચીત કરી રહી છે. તેમણે સ્વીકાર્યું કે હોસ્પિટલોમાં પૂરતો ઓક્સિજન નથી.
આ પણ વાંચો:- VIDEO: સરન્ડર કરવા તૈયાર હતો 13 વર્ષનો છોકરો, છતાં પોલીસે છાતીમાં ગોળી મારી
Jair Bolsonaro એ તેમના સ્ટેન્ડ પર અડગ
બ્રાઝિલમાં કોરોનાથી સ્થિતિ વધુ કથળી રહી છે. તે જ સમયે, બીજી બાજુ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ (Jair Bolsonaro) તેમના સ્ટેન્ડ પર અડગ છે. તે હજી પણ કોરોનાને ગંભીર બીમારી તરીકે માનવા તૈયાર નથી, તેમ છતાં તે પોતે કોરોના સંક્રમિત થયા છે. બોલ્સોનારો ના માત્ર સખત ઉપાયોનો વિરોધ કરી રહ્યો છે, પરંતુ તે વેક્સીનની મજાક પણ ઉડાવી રહ્યા છે. થોડા સમય પહેલા તેણે ફાઈઝરની વેક્સીનની મજાક ઉડાવવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે જો પુરુષોને આ વેક્સીન મળે તો મગર બની જશે અને મહિલાઓને દાઢી ઉગી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube