વોશિંગ્ટનઃ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. તેમાં રસીકરણે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તો બીજી તરફ કોરોના અને રસીકરણ વિશે નવા સંશોધનો પણ દરરોજ સામે આવતા રહે છે. એક સમાચાર અનુસાર, કોવિડ-19 રસી લીધા પછી, બાળકોમાં 'મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' થવાની સંભાવનાના કોઈ ચિહ્નો જોવા મળ્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી અંગો થઈ શકે છે પ્રભાવિત
આ દાવો 'ધ લેન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસેન્ટ હેલ્થ'માં પ્રકાશિત એક વિશ્લેષણમાં કરવામાં આવ્યો છે. બાળકોમાં 'મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' તાવ સાથે તેમના ઓછામાં ઓછા 2 અંગોને પ્રભાવિત કરી શકે છે અને ઘણીવાર પેટમાં દુખાવો, ત્વચા પર ફોલ્લીઓ અથવા લાલ આંખો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ એવા બાળકોમાં જોવા મળે છે જેઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. તો બીજી તરફ પુખ્ત વયના લોકોમાં આ લક્ષણો ભાગ્યે જ જોવા મળે છે. તેનાથી ઘણીવાર હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી જાય છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થઈ જાય છે.


બ્રિટનમાં આવ્યો હતો પ્રથમ કેસ 
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તેનો પ્રથમ કેસ 2020ની શરૂઆતમાં યુકેમાં નોંધાયો હતો. કેટલીકવાર તેના લક્ષણો કાવાસાકી રોગ સાથે પણ સંકળાયેલા હોય છે, જે બળતરા અને હૃદયની સમસ્યાઓનું કારણ બને છે. ફેબ્રુઆરી 2020થી યુ.એસ.માં 'મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ'ના 6,800 થી વધુ કેસ નોંધાયા છે.

બારી સાફ કરવા માટે મહિલાએ જીવ દાવ પર લગાવ્યો, જુઓ ખતરનાક Video


સીડીસીએ કર્યું સંશોધન
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને કોવિડ-19 રસીકરણ સેફ્ટી મોનિટર હેઠળ પ્રતિકૂળ લક્ષણોની યાદીમાં સામેલ કર્યું છે. કોરોના વાયરસથી સંક્રમિત થવાના કોઈ ચિહ્નો ન દેખાતા લોકોમાં જોવા મળતા કેટલાક અન્ય લક્ષણોએ CDC અને અન્યત્ર સંશોધકોને નવું વિશ્લેષણ કરવા માટે પ્રેરિત કર્યા.


રસીને સિન્ડ્રોમ સાથે નથી કોઈ લેવાદેવા
વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીના બાળ સંક્રમણ રોગના નિષ્ણાત અને બાળકોને આપવામાં આવતી એન્ટિ-કોવિડ-19 'મોડર્ના' રસીના અભ્યાસનું નેતૃત્વ કરી રહેલા ડૉ. બડી ક્રીચે જણાવ્યું હતું કે એવી સંભાવના છે કે રસીના કારણે આવું થયું હશે, પરંતુ આ માત્ર અનુમાન અને વિશ્લેષણ મને આના કોઈ પુરાવા મળ્યા નથી. ક્રીચે કહ્યું કે વેક્સીનેશનનો આ બિમારી 
અમને આ રોગ સાથે રસીકરણનો ચોક્કસ સંબંધ નથી ખબર. એકલા રસીકરણને કારણ કહી શકાય નહીં કારણ કે દર્દીને અગાઉ ચેપ લાગ્યો ન હતો.


(ઇનપુટ ભાષા)



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube