વોશિંગટનઃ શું કોરોના મહામારી  (Coronavirus) ની ત્રીજી લહેર પહેલા કરતા વધુ વિનાશકારી હશે? શું તેના માટે લોકોને કોરોના વેક્સિન (Corona Vaccine) ના બૂસ્ટર ડોઝ  (Booster Dose) ની જરૂર પડવાની છે? આ સવાલ હાલના દિવસોમાં ભારતથી લઈને અમેરિકા અને બ્રિટનમાં થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેડિકલ એક્સપર્ટે આપી ચેતવણી
અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્ટી ઇન્ફેક્શિયસ ડિઝીસ (NIAID)  ના ડાયરેક્ટર એંથની ફાઉચી (Anthony Fauci) એ કહ્યુ કે, લગભગ એક વર્ષની અંદર બૂસ્ટર ડોઝ (Booster Dose)  જરૂર પડી શકે. તેમણે કહ્યું કે, કોરોના વિરૂદ્ધ જંગમાં બૂસ્ટર ડોઝની ભૂમિકા મહત્વની હશે. અમેરિકાની દવા કંપની ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બાઉર્લાએ પણ કહ્યુ કે, આગામી 8થી 12 મહિનામાં વેક્સિનના બૂસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. ફાઇઝરે તેના પર કામ શરૂ કરી દીધું છે. 


હાલમાં આપવામાં આવી રહ્યાં છે બે ડોઝ
મહત્વનું છે કે વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ થોડા સમયના અંતર પર કોરોના વેક્સિનના બે ડોઝ આપવામાં આવી રહ્યાં છે. આ બન્નેને કોરોના વિરુદ્ધ પ્રાઇમ ડોઝ કહેવામાં આવી રહ્યાં છે. જો ત્યારબાદ પણ મહામારી પર કાબૂ ન થઈ શક્યો તો એન્ટીબોડી બનાવવા માટે કોઈ ત્રીજો ડોઝ લગાવવાનું કહેવામાં આવે તો તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવશે. 


આ પણ વાંચોઃ હવે માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જશે કે કોરોના છે કે નહીં! 90 % રિઝલ્ટનો કરાયો દાવો


આ રીતે કામ કરે છે બૂસ્ટર ડોઝ
બૂસ્ટર ડોઝ એક ખાસ રીતે કામ કરે છે, જેને ઇમ્યુનોલોજિકલ મેમોરી કહે છે. આપણી ઇમ્યૂન સિસ્ટમ તે વેક્સિનને યાદ રાખે છે, જે શરીરને પહેલા આપવામાં આવી છે. તેવામાં નક્કી સમય બાદ વેક્સિનનો નાનો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લાગવાથી ઇમયૂન સિસ્ટમને તત્કાલ સચેત કરે છે અને તે સારી રીતે પ્રતિક્રિયા આપે છે. 


સતત સંક્રામક બનેલો છે કોરોના
કોરોના મહામારી આ દિવસોમાં વાયરસ સતત મ્યુટેટ થઈને સંક્રામક થઈ રહ્યો છે. તેવામાં જૂના ડોઝથી બનેલી એન્ટી બોડી પણ ઘણીવાર કામ કરી શકતી નથી. ત્યારે મ્યુટેટ થયેલા વાયરસને રોકવા માટે બૂસ્ટર ડોઝની જરૂર પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube