નવી દિલ્હીઃ વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઇઝર ઇંક અને બાયોનટેક એસઈ (Pfizer Inc. and Biontech SE) એ હાલમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર વેક્સિનની ટ્રાયલ શરૂ કરી હતી. કંપનીએ દાવો કર્યો છે કે 12 વર્ષથી 15 વર્ષના બાળકો માટે કોરોના વેક્સિન 100 ટકા અસરકારક છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના યુવાઓને ફાઇઝરની વેક્સિન આપવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીને આશા છે કે 2022 સુધી રસીકરણની ઉંમરને વધારી દેવામાં આવશે. ભારતમાં હાલ 45 વર્ષથી વધુ ઉંમર અને ફ્રંટલાઇન વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. બાળકોને રસી આપવામાં આવી રહી નથી. 


Pakistan: ઇમરાન સરકારે ભારતની સાથે વેપાર શરૂ કરવા આપી મંજૂરી, કપાસ-ખાંડ ખરીદશે પાક  


45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ શરૂ કરતા પહેલા સમીક્ષા બેઠક
દેશમાં એક એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીકરણની તૈયારીઓ વચ્ચે કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે સમીક્ષા બેઠક કરી તથા એવા ક્ષેત્રની ઓળખ કરવાનું કહ્યું જ્યાં રસીકરણવાળા લોકોની સંખ્યા ઓછી છે. તેમાં ખાસ કરી તેવા જિલ્લાની ઓળખ કરવાનું કહ્યું જ્યાં સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube