વોશિંગ્ટન ડીસી: વેક્સીન નિર્માતા કંપની ફાઈઝરે અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકોને કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માગી છે. આ જાણકારી ફાઈઝર કંપનીએ આપી છે. હાલમાં જ ફાઈઝરે દાવો કર્યો છે કે તેમની વેક્સીન 5થી 11 વર્ષના બાળકો માટે અસરકારક છે. ફાઈઝરે નિવેદન જાહેર કર્યું છે કે કંપનીને ટૂંક સમયમાં આ ઉંમરના બાળકો માટે અમેરિકી સત્તાધીશ તરફથી મંજૂરી મળી જશે. ફાઈઝરની જર્મન પાર્ટનર બાયોનટેક સાથે બનાવેલી વેક્સીન પહેલાંથી જ ઉપલબ્ધ છે. જે 12 વર્ષ અને 12 વર્ષથી વધારે ઉંમરના લોકો પર અસરકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


બાળકોમાં જોવા મળી એન્ટીબોડી:
ફાઈઝરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ડૉક્ટર બિલ ગ્રૂબરે જણાવ્યું હતું કે બીજા ડોઝ પછી પાંચથી 11 વર્ષના બાળકોમાં પણ કિશોર અને યુવાઓની જેમ કોરોનાથી લડનારી એન્ટીબોડી વિકસિત થઈ. તેમણે દાવો કર્યો કે વેક્સીનનો ડોઝ બાળકોમાં પણ સુરક્ષિત સાબિત થયો. અમને લાગે છે કે અમે હકીકતમાં સારી જગ્યાએ પહોંચી ગયા છીએ.


અમેરિકામાં 65 વર્ષથી ઉપરના લોકોને લાગી રહ્યો છે બૂસ્ટર ડોઝ:
આ પહેલાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ  એસોસિયેશનની સલાહકાર સમિતિએ 65 વર્ષથી વધારે અને વધુ જોખમવાળા લોકો માટે ફાઈઝર કોવિડ બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી. જોકે પેનલે અમેરિકામાં 16 વર્ષથી વધારે તમામ લોકોને કોરોનાની ફાઈઝર વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવાના પ્રસ્તાવને નામંજૂર કરી દીધો હતો. બીજીબાજુ યૂરોપીય યૂનિયનમાં ડ્રગ વોચડોગે હાલમાં જ 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે ફાઈઝર-બાયોનટેક વેક્સીનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube