ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નવી વાર્ષિક વેક્સીનની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ વેક્સીનને 12 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ વર્ષમાં 1 વખત લગાવી શકશે. બાઈડેને દાવો કર્યો છે કે નવી કોરોના વેક્સીન કોરોનાના ઓમિક્રોનથી પણ સુરક્ષા આપશે. તેમણે કહ્યું કે જ્યારે કોરોનાની મૂળ વેકસીન બનાવવામાં આવી હતી, જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ આવ્યો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં નવી વેક્સીન લોન્ચ કરાઈ:
બાઈડેને કહ્યું કે અમે નવી વેક્સીન લોન્ચ કરી રહ્યા છીએ. જે મોટાભાગના અમેરિકનો માટે છે. તેને દરેક વ્યક્તિ વર્ષમાં એકવખત લગાવી શકો છો. તેમણે કહ્યું કે આ અઠવાડિયાથી હજારો ફાર્મસીઓ, ડોક્ટરની ઓફિસ અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો,અન્ય સ્થળો પર 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના અમેરિકનોને કોવિડની નવી વેક્સીન લગાવવામાં આવશે.


વાર્ષિક અપડેટ થશે વેક્સીન:
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જેવી રીતે વાયરસના સ્ટ્રેન બદલાઈ રહ્યા છે, તેવી જ રીતે હવે આપણે પણ વેક્સીનને વાર્ષિક અપડેટ કરવી પડશે. જેથી તે વેરિયન્ટને ટારગેટ કરી શકાય. જેમ કે વાર્ષિક ફ્લૂ વેક્સીન ડોઝની જેમ. તેમણે કહ્યું કે આ સુરક્ષિત છે. અને તેને પ્રાપ્ત કરવી પણ સરળ છે. તે ફ્રીમાં મળશે. બાઈડેને કહ્યું કે તે સરળ છે. તેને સમજવી સરળ છે. જો તમે વેક્સીન લઈ ચૂક્યા છો અને 12 વર્ષથી ઉપર છો. તો નવી કોરોના વેક્સીનનો ડોઝ લેજો. વર્ષમાં એકવખત આ વેક્સીનનો ડોઝ લેવાથી કોરોના સંક્રમિત થવાનું જોખમ ઓછું થઈ જશે. સાથે જ બીજામાં કોરોના ફેલાવવાનો ખતરો પણ ઓછો થશે. સાથે જ કોરોનાથી થનારા ગંભીર ખતરાને પણ ટાળી શકાશે.


આ પણ વાંચોઃ કડીના વેદાંત પટેલે અમેરિકામાં ઈતિહાસ રચ્યો, દુનિયાભરમાં થઈ રહી છે આ ગુજ્જુની ચર્ચા


CDCએ કરી હતી ભલામણ:
અમેરિકામાં ગયા અઠવાડિયે જ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર રોશેલ વાલેન્સ્કીએ સીડીસી એડવાઈઝરી કમિટી ઓન ઈમ્યૂનાઈઝેશન પ્રેક્ટિસની તે ભલામણોનું સમર્થન કર્યુ હતું. જેમાં 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોને ફાઈઝર-બાયોનટેક અને 18 વર્ષથી ઉપરના લોકો માટે મોડર્નાના અપડેટ થયેલા કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝના ઉપયોગ માટે કહેવામાં આવ્યું હતું. કોરોના વેક્સીનના અપડેટ કરવામાં આવેલા બૂસ્ટરમાં ઓમિક્રોનના BA.4 અને BA.5 સ્પાઈક પ્રોટીન કમ્પોનન્ટને જોડવામાં આવ્યું છે. જેથી આ નવા વેરિયન્ટને ટારગેટ કરી શકાય. જે પહેલા વેરિયન્ટથી સંક્રમણ ફેલાવનારા ગણાવવામાં આવ્યા છે. વાલેન્સ્કીએ કહ્યું હતું કે અપડેટ બૂસ્ટરને કોરોનાના નવા વેરિયન્ટથી સારી સુરક્ષા આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ બૂસ્ટર તે સુરક્ષાને પણ વધારી શકે છે. જે છેલ્લી વેક્સીન લગાવ્યા પછી હવે ઓછી થવા લાગી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube