નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)નો આતંક એ હદે વધી ગયો છે કે લોકો તેનાથી બચવા માટે અજીબોગરીબ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છે. તેમાં સૌથી રોચક છે કે ચાઇનીઝ ફૂડ ખાવાનું બંધ કરવું. દુનિયાભરમાં લોકોએ ચીની કોરોના વાયરસથી બચવા માટે ચાઉમીન અને ફ્રાઇડ રાઇસ સુધી ખાવાનું બંધ કરી દીધું છે. આ વાયરસના ખતરાથી પોતાને બચાવવા માટે લોકોએ ચીન રેસ્ટોરન્ટ જવાનું ટાળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાઇનીઝ ભોજનને ભાગી રહ્યા છે દૂર
વિભિન્ન મીડિયા રિપોટ્સ અનુસાર ચીની કોરોના વાયરસનો સૌથી મોટો પ્રભાવ ચાઇનીઝ ભોજન પીરસનાર રેસ્ટોરન્ટ્સમાં પડી રહ્યા છે. અમેરિકા, વિયતનામ, ફિલીપિન્સ અને યૂરોપ સહિત તમામ દેશોમાં લોકોએ ચાઇનીઝ રેસ્ટોરેન્ટ્સમાં ખાવાનું બંધ કરી દીધું છે. અમેરિકામાં તેનો સૌથી વધુ પ્રભાવ પડી રહ્યો છે. લોકો હવે ચાઉમીન, ફ્રાઇડ રાઇસ અને ચિકન રોલ્સ ખાવાના બદલે બર્ગર અને હોટ ડોગને મહત્વ આપી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે આખી દુનિયામાં ચાઇનીઝ વ્યંજનો પર કોરોના વાયરસની ખરાબ અસર પડી રહી છે. 


ચીની નાગરિક કહી રહ્યા છે ભોજનનો બચાવ
આ દરમિયાન વિભિન્ન સોશિયલ સાઇટો અને લેખો દ્વારા ચીની નાગરિક પોતાના વ્યંજનોના બચાવમાં આવી ગયા છે. ચીની લોકોનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ બચાવ લિસ્ટમાં ચાઇનીઝ ફૂડનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આ લોકોનું કહેવું છે કે ચીની ભોજન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોને તેને ભોજનથી કોઇ સંક્રમણ ફેલાતું નથી. 


20 દેશોમાં ફેલાયેલું છે સંક્રમણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા જાહેર નિવેદન અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણથી 20 દેશો પ્રભાવિત થઇ ચૂક્યા છે. ચીનની બહાર લગભગ 130 કેસ અલગ-અલગ દેશમાંથી નોંધાયા છે. ફક્ત અમેરિકામાં જ આઠ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણના લીધે અત્યાર સુધી 360 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત ચીન સહિત દુનિયામાં આ જીવલેણ સંક્રમણ 17,000 લોકો પીડાય છે. 


ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી ચૂક્યું છે WHO
સંક્રમણના વધતા જતાં કેસને જોતાં ગત અઠવાડિયે WHOએ કોરોના વાયરસને આંતરરાષ્ટ્રીય મહામારી જાહેર કરી ચે. આખી દુનિયામાં કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને જોતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન -World Health Organizatio (WHO)એ ગ્લોબલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. આ સાથે જ હવે આખી દુનિયામાં આ વાયરસ સામે લડવા માટે એકસાથે કામ કરવામાં આવશે અને તેને સંક્રમણને રોકવા માટે વૈશ્વિક સ્તર પર રસી તૈયાર કરવાનું કામ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube