ઝી મીડિયા/બ્યૂરો :ઘાતક કોરોના વાયરસ (Corona Virus) ની અસરને કારણે ચીનમાં 143 વધુ લોકોના મોત નિપજ્યા છે, આ સાથે જ મરનારાઓની કુલ સંખ્યા વધીને 1631 થઈ ગઈ છે. ચીન (China)ના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે જણાવ્યું કે, આ અસરથી સર્વાધિક પ્રભાવિત હુબેઈ પ્રાંતમાં શુક્રવારે 2420 નવા કેસ સામે આવ્યા છે અને 139 લોકોના મોત નિપજ્યા છે.


ભારત પ્રવાસને લઈને ઉત્સાહી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહી દીધી મોટી વાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે જણાવ્યું કે, આ ઉપરાંત હેનાનમાં બે અને બીજિંગ તેમજ ચોંગક્વિંગમાં એક-એક વ્યક્તિના મોત નિપજ્યાં છે. દેશમાં શુક્રવારે આ વાયરસના અસરને કારણે 143 લોકોના મોત નિપજ્યા છે અને 31 પ્રાંતીય સ્તરના ક્ષેત્રોમાં 2641 લોકોને અસર થવાના સમાચાર છે. ચીનમાં આ વાયરસથી ગ્રસ્ત થયેલા લોકોની કુલ સંખ્યા હવે 67,535 પર પહોંચી ગઈ છે.


રાશિફળ 15 ફેબ્રુઆરી: ઈન્ટરવ્યુ, સંબંધ કે પૈસાની ટેન્શનમાં આજે તમારો દિવસ કેવો જશે તે પહેલા ચેક કરી લો...


ચીનની સરકારે હુબેઈ પ્રાંતને છોડીને દેશના અન્ય ભાગોમાં કોરોના વાયરસની અસર ઓછી થવાની માહિતી શુક્રવારે આપવામાં આવી હતી. આ વચ્ચે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ બીમારીના ઉપચાર તેમજ રોકવા માટે કૃત્રિમ વરસાદ અને ક્લાઉડ કમ્પ્યૂટિંગ જેવી ડિજીટલ ટેકનિકની મદદ લેવાની અપીલ કરી હતી. વુહનના હોસ્પિટલમાં સામગ્રીઓ પહોંચાડવા અને અન્ય કાર્યોમાં મદદ માટે રોબોટ તૈનાત કરવામાં આવ્યા છે. 


17.58 લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન


ઉલ્લેખનીય છે કે, હવે આ વાયરસ માત્ર ચીન સુધી જ સીમિત રહ્યો નથી. દુનિયાના અનેક દેશોમાં પહોંચી ગયો છે. દુનિયાના દેશો પણ ચિંતામાં મૂકાયા છે. જ્યાં આ વાયરસ જલ્દી અને સરળતાથી પહોંચી રહ્યો છે. આ દેશોને એલર્ટ કરી દેવાયા છે. આ 20 દેશોમાં ભારત 17મા નંબર પર છે. ભારતના કેરળ અને કોલકાત્તામાં કોરોના વાયરસના દર્દી મળી ચૂક્યા છે. કોરોનાને લઈને અહીં મોટી સાવધાની રાખવામાં આવી રહી છે. એરપોર્ટસ પર જ બીજા દેશો પરથી આવનારા મુસાફરોની આકરી તપાસમાંથી પસાર થવુ પડે છે. જો કોરોનાનો કોઈ સંદિગ્ધ મળે છે, તો તેને નજરમાં રાખવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વરભરના સમાચાર જોવા માટે કરો ક્લિક