પેઇચિંગઃ ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 હજારથી પણ વધુ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સતત સક્રિય છે અને લોકોની સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઇન ચાલૂ કરી હતી પરંતુ મોટી સંખ્યામાં કોલને જોતા દૂતાવાસે ત્રીજી હેલ્પલાઇન પણ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરૂ કર્યાં હતા. હવે નવા હેલ્પલાઇન નંબર  +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijing એ જણાવ્યું કે, હેલ્પલાઇન 24 કલાક ચાલું છે. ચીનના વુહાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે. 


ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચુક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષા માટે દરેક પ્રયત્ન કરી રહ્યું છે અને ચીની તંત્રની સાથે પણ સતત સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાયરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશઇક રૂપથી બંધ કરવાની જાહેરાત કરી છે. આમ પ્રથમવાર છે જ્યારે વિષાણુનું કેન્દ્ર રહેલા વુહાન શહેરની બહાર કોઈ શહેરને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


જુઓ LIVE TV