ચીનમાં કોરોનાની નવી લહેર પ્રસરતા વિશ્વમાં ખળભળાટ: યુનિ. કેમ્પસ સીલ, 1500 વિદ્યાર્થીઓ આઈસોલેટ
ચીનમાં નોર્થ વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંઝાઝ યુનિવર્સિટીમાં રવિવારે ડઝનેક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટે ચઢ્યા છે. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં જ્યાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી, ત્યાં ફરી એકવાર તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોનાનું ઉદ્દભવ સ્થાન ચીનમાં કોરોના સંક્રમણની વધુ એક નવી લહેરને ખળભળાટ મચ્યો છે. ચીનમાં નોર્થ વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંઝાઝ યુનિવર્સિટીમાં રવિવારે ડઝનેક વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટે ચઢ્યા છે. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે. ચીનમાં જ્યાંથી કોરોના વાયરસની શરૂઆત થઈ હતી, ત્યાં ફરી એકવાર તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનની એક યુનિવર્સિટીમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ ત્યાંના 1,500થી વધુ વિદ્યાર્થીઓને હોટલોમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, ચીનના દાલિયાન પ્રાંતના ઉત્તર-પશ્ચિમ શહેરમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં રવિવારે કોરોનાના ડઝનેક કેસ નોંધાયા હતા. ત્યારબાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે વિદ્યાર્થીઓને મોનિટરિંગ માટે હોટલમાં મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ત્યાંથી ઓનલાઈન ક્લાસમાં ભાગ લઈ રહ્યા છે અને તેમને રૂમમાં જ ભોજન આપવામાં આવી રહ્યું છે.
ચીન કોરોનાને લઈને સતત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. જ્યાં પણ કોરોનાના ઓછા કેસ નોંધાય છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાદી દે છે. કોરોન્ટાઈન, ટેસ્ટિંગ અને મુસાફરી પરના નિયંત્રણો હવે ત્યાંની મોટાભાગની વસ્તી માટે સામાન્ય બની ગયા છે. ચીનમાં પણ કોરોના સામે રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે વિશ્વમાં રસીના ડોઝની સંખ્યા સૌથી વધુ છે. આ સાથે હવે ત્યાં બૂસ્ટર ડોઝ લગાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.
તાજેતરમાં આરોગ્ય કર્મચારીએ ક્વોરેન્ટાઇન વ્યક્તિના પાળેલા કૂતરાને મારી નાખ્યો હતો, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ઘટના શાંગરાવમાં બની હતી. ત્યારપછી ત્યાંની સ્થાનિક સત્તાવાળાએ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં દાવો કરવામાં આવ્યો કે કૂતરાના માલિક અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. જ્યારે, ચીનના પ્રાણી અધિકારો પર કામ કરતી સંસ્થા, ચાઇના સ્મોલ એનિમલ પ્રોટેક્શન એસોસિએશને આ ઘટનાનો વિરોધ કરતા કહ્યું કે, રોગચાળાની આડમાં કોઈ નિર્દોષનો જીવ ન લેવો જોઈએ.
કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે ચીન દ્વારા અનેક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. રાજધાની બેઇજિંગમાં સંક્રમણને રોકવા માટે હવે દેશના કોઈપણ ભાગથી અહીં આવતા પ્રવાસીઓએ નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. આ રિપોર્ટ આગમનના 48 કલાક પહેલાનો હોવો જોઈએ.
ગયા વર્ષે જ ચીનમાં કોરોના લગભગ કાબૂમાં હતો. પરંતુ હવે અહીં ઘણા વિસ્તારોમાં ચેપના કેસ વધી રહ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાના 98,315 કેસ નોંધાયા છે અને 4,636 લોકોના મોત થયા છે. ચીનના નેશનલ હેલ્થ મિશન અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 25 કેસ એકલા દાલિયાનમાં જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube