ઝી મીડિયા/બ્યૂરો :ગત મહિનાભરથી દુનિયાના તમા વૈજ્ઞાનિકો આ વાતની શોધમાં લાગી ગયા છે કે, આખરે આ કોરોના વાયરસ (Corona Virus) કઈ બલા છે અને તે કેવી રીતે માણસમાં શરીરમાં આવ્યો. પહેલા એવા અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા કે, વાયરસ માણસમાં શરીરમાં ચામાચીડિયાને કારણે ફેલાયો છે. પરંતુ હવે આ બાબતને નકારી કાઢીને ચીનમાં થયેલા એક રિસર્ચમાં નવો ખુલાસો થયો છે કે, માણસોમાં કોરોના વાયરસ પેંગોલિન (Pengolin)  દ્વારા પહોંચ્યો છે. આવુ પહેલીવાર થયું છે કે, જ્યારે આ દુર્લભ પ્રાણીના માધ્યમથી કોરોના વાયરસ ફેલાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાશિફળ 12 ફેબ્રુઆરી: નોકરી બદલવાનો મૂડ હોય તો સંભાળીને રહો... શું કહે છે આજના તમારા ગ્રહો


વાયરસનો ડીએનએ 99% સરખો
ચીનના સાઉથ ચાઈના એગ્રિકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, માણસમાં મળી આવેલ કોરોના વાયરસનો ડીએનએ પેંગોલીનમાં મળી આવનાર ડીએનએથી 99% મેચ કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, માણસોમાં કોરોના વાયરસ આ પ્રાણીમાંથી આવ્યો છે. આ પહેલા કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ ચામાચીડિયાથી માણસોમાં પ્રવેશ્યો છે. પરંતુ રિસર્ચમાં મળી આવ્યું કે, ચામાચીડિયોનો ડીએનએ માત્ર 80 ટકાથી ઓછો મેચ કરી રહ્યો છે. 


જાગ્યા ત્યારથી સવાર... હારેલું BJP આજે કારમી હાર બાદ કરશે મંથન, તો AAPએ પણ બોલાવી મીટિંગ


કેવુ પ્રાણી છે પેંગોલિન
પેંગોલીન હકીકતમાં તો દુનિયાભરમાં દુર્લભ બની રહ્યું છે. તે સ્તનધારી વન્યજીવ છે, જે દેખાવમાં અન્ય સ્તનધારીઓથી બિલકુલ અલગ અને વિચિત્ર આકૃતિ ધરાવતું જીવ છે. જેના શરીરનો પૃષ્ઠ ભાગ ખજૂરના વૃક્ષની છાલની જેમ કેરોટીનથી બનેલ કઠોર તથા મજબૂત શિલ્ડથી ઢંકાયેલું રહે છે. દૂરથી જોવામાં તે નાના ડાયનાસોન જેવુ લાગે છે. પેંગોલીન કીડા-મકોડા અને નાના જીવોને ખાય છે. ચીનના સંશોધકોનું કહેવુ છે કે, કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રાણીને ખાવાને કારણે કોરોના વાયરસ માણસોના શરીરમાં આવ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.


કોરોના વાયરસને કારણે ગુજરાતના વેપારીઓની હાલત કફોડી, એડવાન્સ પેમેન્ટ ચૂકવ્યું છતા યાર્નનો ઓર્ડર નથી નીકળતો 


ચામાચીડિયાથી વાયરસ ફેલાઈ શક્તો નથી
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ચામાચીડિયામાંથી કોરોના વાયરસ આવ્યો છે. પરંતુ તેનાથી માણસમાં શરીરમાં વાયરસ ફેલાવાની શક્યતા બહુ જ ઓછી છે. જ્યારે કે, પેંગોલીનથી માણસના શરીરમાં વાયરસ આવવાની શક્યતા વધુ હોય છે. જોકે, અત્યાર સુધી આ ચીની શોધને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની માન્યતા મળી નથી. પરંતુ આશા વ્યક્ત કરાઈ છે કે, જો આ રિસર્ચનો દાવો સાબિત થઈ ગયો તો, વાયરસના ટીક બનાવવામાં સફળતા મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...