મેડ્રિડઃ કોરોના વાયરસ (Corona Virus)એ વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. એએફપી પ્રમાણે સ્પેનમાં રવિવારે કોરોના સંબંધિત 2000 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ લોકોના મોત થયા છે. ઇટાલી બાદ સ્પેન બીજો યૂરોપીય દેશ છે જ્યાં કોરોના વાયરસે સૌથી વધુ તબાહી મચાવી છે. સ્પેનમાં કોરોના પીડિત લોકોની સંખ્યા 7753 થઈ ગઈ છે. ત્યાં અત્યાર સુધી 288 લોકોના મોત થયા છે. આ પહેલા સ્પેન સરકાર દેશવ્યાપી બંધની જાહેરાત કરી ચુકી છે. લોકોને ઘરની બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લોકોને માત્ર કામ પર જવા, મેડિકલ કેર લેવા અને ભોજન ખરીદવા માટે બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએફપી પ્રમાણે કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં મોતનો આંકડો વધીને 6036 થઈ ગયો છે અને 1,59,844 લોકો આ વાયરસથી પીડિત છે. ચીનમાં સૌથી વધુ 3199 મોત થયા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર