Corona Virus ની ભયંકર આડ અસર સામે આવી, મહિલાની 3 આંગળી કાપવી પડી
કોરોના વાયરસે (Coronavirus) સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. ભારતમાં ભલે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ છે.
રોમ: કોરોના વાયરસે (Coronavirus) સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. ભારતમાં ભલે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ છે. આ બધા વચ્ચે કોરોનાના ડરામણા રૂપને દર્શાવતી એક વધુ તસવીર સામે આવી છે. ઈટાલીમાં કોરોનાના કારણે એક મહિલાની આંગળીઓમાં ગેંગરીન(Gangrene) થઈ ગયું. મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ. ત્યારબાદ આખરે તેને કપાવવાનો વારો આવ્યો.
Side Effects નો ભોગ બની મહિલા
ડોક્ટરોએ જણાવ્યું કે લોહી જામી જવાના કારણએ મહિલાની આંગળીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મહિલાની ઉંમર 86 વર્ષની હોવાનું કહેવાય છે. યૂરોપિયન જર્નલ ઓફ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે મહિલા વાયરસના કારણે સાઈડ ઈફેક્ટનો ભોગ બની. જે વાયરસથી થનારી બીમારીનું ગંભીર સ્વરૂપ છે. પીડિત મહિલા ગત વર્ષે કોરોના પોઝિટિવ થઈ હતી.
ચાલુ છે રિસર્ચ
રિપોર્ટ મુજબ સંક્રમણે મહિલાના શરીરને ખરાબ રીતે પ્રભાવિત કર્યું. તેની આંગળીઓમાં ગેંગરીન થઈ ગયું ત્યારબાદ ડોક્ટરે ત્રણ આંગળી કાપવી પડી. રિપોર્ટમાં કહેવાયું છે કે બોડી પર આવી અસર ત્યારે જોવા મળે છે જ્યારે શરીર સંગ્રમણ વિરુદ્ધ ખુબ સંવેદનશીલ થઈને લડે છે. વૈજ્ઞાનિકો આ મામલે સંશોધન કરી રહ્યા છે કે કોરોનાથી પીડિત વ્યક્તિએ ઠીક થયા બાદ પણ કઈ પરેશાનીઓનો સામનો પડી શકે છે.
ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેરમાં ફરી લૉકડાઉન, નવા corona virus બાદ હડકંપ
વૈજ્ઞાનિકોની ચેતવણી
વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ ભલે ઓછો થયો હોય પરંતુ જોખમ હજુ પણ યથાવત છે. તેમણે લોકોને સાવધાની રાખવાની અપીલ કરી છે. આ બાજુ કોરોનાને માત આપી ચૂકેલા ન્યૂઝીલેન્ડ(New Zealand) માં જીવલેણ સ્ટ્રેન મળી આવતા હડકંપ મચી ગયો છે. સુરક્ષા કારણોસર ફરીથી લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યું છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube