Corona Virus Leaked From America:  કોરોના વાયરસ અંગે એક મોટો દાવો કરાયો છે. અત્યાર સુધી ચીન પર આરોપ લાગતો રહ્યો કે કોરોના વાયરસ ચીનથી જ લીક થયો હતો અને આ મુદ્દે સમયાંતરે અમરિકાએ ચીનનો ઉધડો પણ લીધો છે. પરંતુ હવે અમેરિકાના અર્થશાસ્ત્રીએ એક એવો ચોંકાવનારો દાવો કર્યો છે જેને લઈને અમેરિકાની સરકારની ઊંઘ ઉડી શકે છે. વાત જાણે એમ છે કે અમેરિકી અર્થશાસ્ત્રી જેફરી સેસે દાવો કર્યો છે કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબ નહીં પરંતુ અમેરિકાની એક લેબથી લીક થયો હતો. તેમણે કહ્યું કે તેના પુરતા પુરાવા છે અને તેની તપાસ અમેરિકામાં થવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જેફરી સૈસે સ્પેનિશ વૈશ્વીકરણ થિંક ટેંક ગેટ સેન્ટરના એક પ્રોગ્રામમાં કહ્યું કે મે કોરોના પર 2 વર્ષ સુધી લેસેન્ટ માટે એક આયોગની અધ્યક્ષતા કરી છે અને પૂરેપૂરી ખાતરી છે કે આ ખતરનાક વાયરસ યુએસ લેબ બાયોટેક્નોલોજીથી જ લીક થયો છે. તેઓ કહે છે કે આ કહેવું એક ભૂલ હશે કે કોરોના કુદરતી છે. મહામારીના બે વર્ષ બાદ પણ દુનિયા સામે કોરોના વાયરસની ઉત્પતિ વિશે કોઈ સ્પષ્ટતા નથી. કોરોના વાયરસ ચામાચિડિયાથી લોકોમાં ફેલાયો કે એક પ્રયોગશાળાથી લીકથયો તેના પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. 


World Largest Temple: જે દેશમાં એક પણ હિન્દુ નથી ત્યાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું મંદિર, ખાસ જાણો


જેફરી સૈસના આ દાવાના સમર્થનમાં ચીન પણ મેદાનમાં આવી ગયું છે. ચીનના સરકારી ઓફિસરોનું કહેવું છે કે સૈસના આ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. અત્રે જણાવવાનું કે સૈસે પહેલા કહ્યું હતું કે મહામારી ચીન અને અમેરિકી વૈજ્ઞાનિકો વચ્ચે કરાયેલા પ્રયોગોનું પરિણામ છે. 


અત્રે જણાવવાનું કે ગત મહિને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ઘેબિયસે પણ કહ્યું હતું કે કોવિડ લેબ લીક થિયરીની તપાસ કરાવવાની જરૂર છે. જો કે તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે કોરોના વાયરસ ચીનની વુહાન લેબથી લીક થયો છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube