Coronavirus: કોરોના વાયરસ પર પીએમ મોદીની ઓફર પર ચીને આપ્યો આ જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. આ દરમિયાન તેમણે કોરાના વાયરસને લઊને ભારતની મદદની ઓફર આપી હતી.
બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. ચીનની સાથે તેની અસર વિશ્વના અન્ય દેશોમાં પણ પહોંચી રહી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને કોઈપણ પ્રકારની મદદની ઓફર કરી હતી. પીએમ મોદીના પત્ર પર હવે ચીની વિદેશ મંત્રાલયનો જવાબ આપ્યો છે અને આ ઓફરને ભારત-ચીનની ગાઢ મિત્રતાનું પ્રતિક ગણાવ્યું છે.
ચીની વિદેશ મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'ભારત તરફથી કોરોના વાયરસને લઈને જે સમર્થનની વાત કરવામાં આવી, તે માટે અમે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. ભારત દ્વારા આવું કહેવું ચીનની સાથે તેની ગાઢ મિત્રતાને દર્શાવે છે. અમે ભારત અને વિશ્વના તમામ દેશોની સાથે કામ કરવા તૈયાર છીએ, જેથી આ વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી શકાય.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...