WHO ચીફે આપી ચેતવણી, કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ ખુબ જોખમી છે, વ્યક્ત કરી ચિંતા
ટેડ્રોસે શુક્રવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું- ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને ઘણા દેશોમાં તે ફેલાય રહ્યું છે. આ સાથે આપણે મહામારીના ખતરનાક તબક્કામાં છીએ.
સંયુક્ત રાષ્ટ્ર/જિનેવાઃ ભારતમાં પ્રથમવાર મળેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફે ચેતવણી આપી છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે ચેતવણી આપી કે દુનિયા કોવિડ-19 મહામારીના ખુબ ખતરનાક તબક્કામાં છે, જેનું ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને સમયની સાથે સતત બદલી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે દેશની ઓછી વસ્તીને રસી લાગી છે ત્યાં હોસ્પિટલોમાં ફરી દર્દીઓની સંખ્યા વધવા લાગી છે.
ટેડ્રોસે શુક્રવારે સંવાદદાતા સંમેલનમાં કહ્યું- ડેલ્ટા જેવું સ્વરૂપ વધુ સંક્રામક છે અને ઘણા દેશોમાં તે ફેલાય રહ્યું છે. આ સાથે આપણે મહામારીના ખતરનાક તબક્કામાં છીએ. ગેબ્રેયસસે કહ્યુ- કોઈપણ દેશ અત્યારે ખતરાથી બહાર નથી. ડેલ્ટા સ્વરૂપ ખતરનાક છે અને સમયની સાથે વધુ બદલાય રહ્યો છે જેના પર સતત નજર રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 98 દેશોમાં સામે આવ્યું છે અને તે દેશોમાં ઝડપી ફેલાવો થઈ રહ્યો છે, જ્યાં રસીકરણ ઓછું થયું છે.
આ પણ વાંચોઃ Twitter ને ટક્કર આપવા માટે GETTR મેદાનમાં, ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે કર્યું લોન્ચ
ઘરોને વેન્ટિલેટેડ રાખવાની વ્યવસ્થા મહત્વની
વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફે કહ્યુ- જન સ્વાસ્થ્ય અને સામાજિક ઉપાયો જેમ કે નજર રાખવી, શરૂઆતી સ્તર પર બીમારીની ઓળખ કરવી, ક્વોરેન્ટાઈન અને સ્વાસ્થ્ય દેખરેખ હજુ મહત્વપૂર્ણ છે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યુ કે, માસ્ક લગાવવું, સામાજીક અંતર, ભીડ વાળી જગ્યાઓછી બચવુ અને ઘરોને વેન્ટિલેટેડ રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા મહત્વની છે. તેમણે દુનિયાભરના નેતાઓને વિનંતી કરી કે તે એકસાથ મળીને નક્કી કરે કે આગામી વર્ષ સુધી દરેક દેશની 70 ટકા વસ્તીને કોરોના વિરોધી રસી લગાવવામાં આવે.
તેમણે કહ્યું, મહામારી ખતમ કરવા, લોકોનાવ જીવ બચાવવા, વૈશ્વિક આર્થિક રિકવરી તથા ખતરનાક સ્વરૂપોને પેદા થવા રોકવાની આ સૌથી સારી રીત છે. આ સપ્ટેન્બરના અંત સુધી અમે નેતાઓને બધા દેશોની ઓછામાં ઓછી 10 ટકા વસ્તીનું રસીકરણ કરવાની વિનંતી કરી રહ્યાં છીએ. ડબ્લ્યૂએચઓએ આ સપ્તાહે કહ્યું હતું કે સૌથી પહેલા ભારતમાં જોવા મળેલું ડેલ્ટા સ્વરૂપ ઓછામાં ઓછા 100 દેશોમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube