સંયુક્ત રાષ્ટ્રઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું કે, કોરોનાનો  ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી વિશ્વના 85 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. તેનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. નવો વેરિએન્ટ જલદી અન્ય સ્થાને પહોંચી શકે છે. તેના સંક્રમણની ગતિ જો આ પ્રકારે યથાવત રહી તો તે જલદી કોરોનાનો સર્વાધિક ફેલાતો સ્ટ્રેન બની જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 22 જૂને કોરોના મહામારીના સંદર્ભમાં જારી સાપ્તાહિક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક સ્તર પર આલ્ફા વેરિએન્ટ 170 દેશો, બીટા વેરિએન્ટ 119 દેશો, ગામા વેરિએન્ટ 71 દેશો અને ડેલ્ટા વેરિએન્ટ 85 દેશોમાં ફેલાવાની સુચના આપવામાં આવી છે. 


અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટ જે વૈશ્વિક સ્તર પર 85 દેશોમાં જોવા મળ્યો છે, હવે ડબ્લ્યૂએચઓના બધા ક્ષેત્રોમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં આ વેરિએન્ટનો પ્રકોસ 10 દેશોમાં ફેલાયો છે. 


આ પણ વાંચોઃ Apple Daily: એવું શું થયું કે અખબાર ખરીદવા માટે અચાનક ઉમટી પડ્યા લોકો?


વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોનાની ચિંતા વધારનાર ચાર હાલના વેરિએન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામકરણવાળા આ વેરિએન્ટ વ્યાપક છે અને ડબ્લ્યૂએચઓના બધા ક્ષેત્રોમાં મળ્યા છે. ડેલ્ટા વેરિએન્ટ આલ્ફાની તુલનામાં ખુબ ઝડપથી ફેલાય છે અને ઘાતક છે. 


અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં પાછલા સપ્તાહે (14-20 જૂન, 2021) કોરોનાના સૌથી વધુ કેસ 4,41,976 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. આ દરમિયાન 16329 નવા મૃત્યુ થયા છે. 


દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં પાછલા સપ્તાહની તુલામાં છ લાખથી વધુ નવા કેસ અને 19 હજારથી વધુ નવા મોત થયા છે. પરંતુ પાછલાથી પાછલા સપ્તાહની તુલામાં તેમાં ક્રમશઃ 21 ટકા તથા 26 ટકાનો ઘટાડો થયો છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે સાપ્તાહિક મામલામાં ઘટતી પ્રવૃતિ અને ક્ષેત્રમાં મોતની ઘટનાઓમાં મુખ્ય રૂપથી ભારતમાં કોરોનાના મામલામાં કમીનું કારણ જોવા મળ્યું છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube