ન્યુ યોર્ક: કોરોના વાયરસના (Coronavirus) ડેલ્ટા વેરિઅન્ટથી કોવિડ-19 (COVID 19) ના તમામ પ્રકારોમાં સૌથી ગંભીર સંક્રમણ લાગી શકે છે. યુએસ હેલ્થ એજન્સીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સૌથી ખતરનાક એ છે કે ડેલ્ટા વેરિએન્ટ ચિકન પોક્સની જેમ સરળતાથી ફેલાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેક્સીનેશન બાદ પણ સંક્રમણનું જોખમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના (CDC) એક ડોક્યૂમેન્ટમાં અપ્રકાશિત ડેટાના આધારે બતાવ્યું છે કે રસીના તમામ ડોઝ લઈ ચુકેલા લોકોમાં પણ વેક્સીન ન લેનાર લોકો જેટલો જ ડેલ્ટા વેરિએન્ટ ફેલાવી શકે છે. તમને જણાવી દઈએ કે ડેલ્ટા વેરિઅન્ટની (Delta Variant) ઓળખ ભારતમાં સૌ પ્રથમ કરવામાં આવી હતી.


આ પણ વાંચો:- બેઘર-ભિખારીઓના વેક્સીનેશન માટે કેન્દ્રએ બનાવ્યો પ્લાન, રાજ્યોને પત્ર લખી કહી આ વાત


રિપોર્ટમાં ગંભીર લક્ષણો તરફ કર્યો ઇશારો
સૌથી પહેલા 'ધ વોશિંગ્ટન પોસ્ટ'એ આ ડોક્યૂમેન્ટના આધારે રિપોર્ટ પ્રકાશિત કર્યો. સીડીસીના ડિરેક્ટર ડો. રોશેલ પી. વેલેન્સ્કીએ મંગળવારે સ્વીકાર્યું હતું કે જે લોકોને રસી આપવામાં આવી છે તેઓના નાક અને ગળામાં વાયરસની સમાન હાજરી રહે છે જેવી કે વેક્સીન ન લેનાર લોકોમાં રહે છે. સીડીસીના આ ઇન્ટરનલ ડોક્યૂમેન્ટમાં વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કેટલાક વધુ ગંભીર લક્ષણો દર્શાવવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- Jio એ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, એક પ્લાનના રિચાર્જ પર બે પ્લાન્સનો મળશે ફાયદો


ચિકન પોક્સની જેમ સંક્રામક છે ડેલ્ટા વેરિએન્ટ
તેમના મુજબ, ડેલ્ટા વેરિએન્ટ, એવા વાયરસની સરખામણીએ વધુ ફેલાય છે, જે MERS, SARS, Ebola, સામાન્ય શરદી, મોસમી ફલૂ અને ચિકન પોક્સનું કારણ બને છે. તે ચિકન પોક્સની જેમ જ સંક્રામક છે. આ ડોક્યૂમેન્ટની એક નકલ 'ન્યુ યોર્ક ટાઇમ્સ' દ્વારા પણ મેળવી લેવામાં આવી છે.


આ પણ વાંચો:- ભારત-ચીન સૈન્ય કોર કમાન્ડર વચ્ચે 12માં રાઉન્ડની બેઠક આવતીકાલે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા


ડોક્યૂમેન્ટ અનુસાર, બી.1.617.2 એટલે કે ડેલ્ટા વેરિએન્ટ ગંભીર સંક્રમણ પેદા કરી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અધિકારીના જણાવ્યા અનુસાર કહેવામાં આવ્યું છે કે, ડોક્યૂમેન્ટના નિષ્કર્ષે ડેલ્ટા વેરિએન્ટને લઇને સીડીસીના વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “સીડીસી ડેલ્ટા વેરિઅન્ટના આંકડાઓથી ખૂબ ચિંતિત છે. આ પેટર્ન ગંભીર ખતરાનું કારણ બની શકે છે, જેના માટે હવે પગલાં લેવાની જરૂર છે.


આ પણ વાંચો:- જમ્મુમાં હાઈ એલર્ટ: ભારત સામે ષડયંત્ર કરતું આતંકી સંગઠન, મંદિરો પર કરી શકે છે હુમલો


અમેરિકામાં 162 મિલિયન લોકોનું વેક્સીનેશન
સીડીસી દ્વારા 24 જુલાઈ સુધી એકત્રિત કરવામાં આવેલા આંકડા મુજબ, યુએસમાં 162 મિલિયન લોકોને વેક્સીન આપવામાં આવી છે અને દર અઠવાડિયે લક્ષણવાળા લગભગ 35,000 કેસ સામે આવી રહ્યા છે. પરંતુ એજન્સી હળવા અથવા લક્ષણો વગરના કેસોનું નિરીક્ષણ કરતી નથી, તેથી વાસ્તવિક કેસો વધુ હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube