વુહાન: ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં ચીનમાં અચાનક 50 ટકાના વધારા બાદથી જ તેનાં અધિકારીક આંકડા પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનમાં છેલ્લા એક અઠવાડીયાથી વુહાનમાં મૃતકોની સંખ્યામાં વધારો કરતા જણાવ્યું હતું કે,  હોસ્પિટલમાં ઉતાવળ અથવા અન્ય કારણોથી રેકોર્ડ નોંધી શકાયો નથી.  હવે હોન્ગકોંગનાં સંશોધકોએ એક અભ્યાસમાં કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં સંક્રમણનો આંકડો 2,32,000થી વધારે હોઇ શકે છે. આ સંખ્યા અધિકારીક આંકડાથી ચાર ગણો વધારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજીત પવારે રેલમંત્રી પીયૂષ ગોયલને લખ્યો પત્ર, કરી આ ખાસ માંગ


ચીને 20 જાન્યુઆરી સુદી કોરોના વાયરસના સંક્રમણના કારણે 55 હજાર કેસની પૃષ્ટી કરી હતી જો કે હોંગકોંગ યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ પબ્લિક હેલ્થનાં સંશોધકોનું કહેવું છે કે, જો ચીને હાલ તેનો ઉપયોગ થઇ રહેલી સંક્રમણની પરિભાષા શરૂઆતથી જ લાગુ થઇ હોત તો કોરોના સંક્રમિતોનો અધિકારીક આંકડો ઘણો વધારે હોત. ચીનમાં કોરોના વાયરસના સંક્રણનાં 83 હજારથી વધારે કિસ્સા સામે આવ્યા છે, જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 2 લાખની નજીક પહોંચવાનો છે અને સંક્રમણનાં 26 લાખથી વધારે કિસ્સા સામે આવ્યા છે. તમામ દેશોમાં કોરોના સંક્રમણનાં મુદ્દે ચીનનાં આંકડાને પાર કરી ચુક્યા છે અને હજી પણ મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો.


સરકારી કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કોરોના સંકટ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય પંચે 15 જાન્યુઆરીથી 3 માર્ચની વચ્ચે કોરોના વાયરસણ સંક્રમણનાં આશરે 7 અળગ અલગ પરિભાષા નક્કી કરી હતી. સ્ટડીમાં સામે આવ્યું કે, પરિભાષા બદલવાનાં કારણે સંક્રમણની વાસ્તવિકતા અને અધિકારીક કિસ્સાઓમાં મોટુ અંતર આવી ગયું. હોંગકોંગનાં અભ્યામસાં વુહાન વિશ્વસ સ્વાસ્થય સંગઠન દ્વારા બહાર પડાયેલા 20 ફેબ્રુઆરીના ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો. અભ્યાસમાં અનુમાન લગાવવામાં આવ્યું કે, ચીનની સરકારએ શરૂઆતી ચાર પરિવર્તનોને કારણે કોરોના સંક્રણનાં ડિટેક્ટેડ કિસ્સાઓમાં અને અધિકારીક આંકડાનું અંતર 2.8થી 7.1 ગણું વધી ગયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube