તહેરાન: અત્યાર સુધી 100થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકેલા ઘાતક વાઈરસ કોરોનાથી બચવા માટે અનેક અફવાઓ ચારેબાજુ ફેલાઈ રહી છે. આવી જ એક અફવાના પગલે ઈરાનમાં 27 લોકો મોતના મુખમાં હોમાઈ ગયાં. ઈરાનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસથી લગભગ 5 હજાર લોકો સંક્રમિત છે. ઈરાને વાઈરસના ચેપને રોકવા માટે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાની સાથે જ સાંસ્કૃતિક અને ખેલના તમામ મોટા ઉત્સવ પણ રદ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનથી ફેલાઈ રહેલા આ ઘાતક વાઈરસના કારણે દુનિયામાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 3000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. તેનાથી બચવા માટે ઈરાનમાં એવી અફવા ફેલાઈ કે આલ્કોહોલ પીવાથી આ વાઈરસથી બચી શકાય છે. 


ઈરાનની ન્યૂઝ એજન્સી IRNAના એક રિપોર્ટ મુજબ વાઈરસના સંક્રમણથી બચવાની અફવા બાદ અનેક લોકોએ મિથેનોલ પી લીધુ અને તેનાથી 27 લોકોના જીવ ગયાં. 


જુંદિશાપુર મેડિકલ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું કે 218 લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. વધુ પ્રમાણમાં મિથેનોલ પીવાથી આંખોની રોશની ગુમાવવાનો, લીવર ખરાબ થવાનું જોખમ રહે છે અને મોત પણ થઈ શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...