શી જિનપિંગે સ્વીકાર્યું- કોરોના સૌથી મોટી આરોગ્ય હોનારત, ચીનના અર્થતંત્ર પર પડશે અસર
ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 2442 લોકોના મોત થઈ ચુક્યા છે અને 77000 લોકો પ્રભાવિત છે. અત્યાર સુધી 15000થી વધુ લોકોની સારવાર કરી ચુકવામાં આવી છે.
પેઇચિંગઃ વિશ્વના વૈજ્ઞાનિક કોરોનાના નિદાન શોધવામાં લાગેલા છે તો હવે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે રવિવારે સ્વીકાર્યું કે, આ ચીનની અત્યાર સુધીની સૌથી સ્વાસ્થ્ય કટોકટી બની ચુકી છે અને આ દેશની વ્યવસ્થાને વ્યાપક રૂપથી પ્રભાવિત કરશે. મહત્વનું છે કે કોરોના વાયરસે વિશ્વની બીજી અર્થવ્યવસ્થા ચીનને પસ્ત કરી દીધી છે અને અહીં અત્યાર સુધી 2442 લોકોના મોત થઈ ચુક્યા છે જ્યારે 77,000 લોક તેનાથી ચેપગ્રસ્ત છે. કોરોનાનું કેન્દ્ર હુબેઈ સહિત ઘણા પ્રાંતને લોકડાઉનનો સામનો કરવો પડ્યો છે, લોકો જેલ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે પરંતુ તેનાથી રાહત મળી હી નથી અને આંકડા દરરોજ વધી રહ્યાં છે.
સૌથી મોટી હેલ્થ ઇમરજન્સી, અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર
કોવિડ-19ને નિયંત્રણ તથા નિવારણના પ્રયાસને બમણો કરવાને લઈને બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું, 'મહામારી ઝડપથી ફેલાઇ રહ્યો છે, ચેપ વ્યાપક છે અને તેનું નિયંત્રણ અને નિવારણ સૌથી મુશ્કેલ કામ છે.' સ્ટેટ મીડિયા સીસીટીવી પ્રમાણે જિનપિંગે કહ્યું, 'આ આપણા માટે સંકેટ છે અને આ સૌથી મોટી પરીક્ષા છે. આ દેશની સૌથી મોટી જાહેર સ્વાસ્થ્ય કટોકટી છે.' મીટિંગ ટેલિકોન્ફરન્સ દ્વારા થઈ રહી હતી જેની અધ્યક્ષતા પ્રીમિયર લી કેકિયાંગ કરી રહ્યાં હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગે માન્યું કે તે દેશની અર્થવ્યવસ્થા અને સમાજને વ્યાપક રૂપથી પ્રભાવિત કરશે. પરંતુ તેમણે માન્યું કે આ સ્થિતિ થોડા સમય માટે રહેશે અને તેના પર કાબૂ મેળવી લેવામાં આવશે.
હજારો લોકો થયા સ્વસ્થ પરંતુ તેમના પર પણ ધ્યાન
ચીની સ્વાસ્થ્ય અધિકારીએ વુહાનમાં કોરોનાથી રિકવર થઈ ચુકેલા તમામ દર્દીઓને 14 દિવસ સુધી અલગ કેન્દ્રમાં રહેવાનો આદેશ આપ્યો છે. તેવા સમાચારો આવી રહ્યાં હતા કે રિકવરી બાદ કેટલાક રિઝલ્ટ પોઝિટિવ આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ડબ્લ્યૂએચઓના નિષ્ણાંતોએ કોરોનાના કેન્દ્ર વુહાનનો પ્રવાસ કર્યો છે. શનિવાર સુધી 76936 લોકોમાં ચેપની ખાતરી થઈ છે અને દેશના 31 પ્રાંતોમાં તેના મામલા સામે આવ્યા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube