CoronaVirus: લંડનમાં સારવાર સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો, 3 દિવસમાં ઓછા પડશે ICUના બેડ
કોરોના વાયરસ (Coronavirus)એ આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. દુનિયાભરમાં આ મહામારીના લીધે હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો આ વાયરસથી પીડિત છે અને પોતાની સારવાર કરી રહ્યા છે.
લંડન: કોરોના વાયરસ (Coronavirus)એ આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. દુનિયાભરમાં આ મહામારીના લીધે હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો આ વાયરસથી પીડિત છે અને પોતાની સારવાર કરી રહ્યા છે.કોરોના મહામારીના દૌરમાં બ્રિટન માટે આ એકદમ નિરાશાજનક સમાચાર છે.
એવામાં લંડનમાં મેડિકલ સુવિધાઓ સાથે જોડાયેલો એક ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. કેંબ્રિજ યૂનિવર્સિટીની સ્ટડીના હવાલેથી વિદેશી મીડિયામાં સતત એ વાત સામે આવી રહી છે કે આગામી 3 દિવસોમાં અહીંની હોસ્પિટલ્સમાં ICU બેડની ઉણપ થવાની છે. આ ઉપરાંત આખા બ્રિટનમાં થોડા અઠવાડિયામાં ICU બેડ ઓછા પડવા લાગશે.
તો રોયટર્સના અનુસાર જૂનિયર હેલ્થ મિનિસ્ટર એડવર્ડ આરગરએ ગુરૂવારે કહ્યું કે બ્રિટનની પાસે હાલમાં 8 હજાર વેન્ટિલેટર છે અને 8 હજાર વેન્ટિલેટર ઓર્ડર કરવામાં આવ્યા છે. ઓર્ડર કરવામાં આવેલા વેન્ટિલેટર આગામી અઠવાડિયામાં આવી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube