Coronavirus: બાળકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે કોરોનાનો નવો સ્ટ્રેનઃ સિંગાપુર સરકાર
સોમવારે સિંગાપુરમાં 333 નવા કેસ સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વ્યવસ્થાને હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે. રવિવારે અહીં 38 કેસ નોંધાયા જેમાં ચાર બાળકો સામેલ છે.
સિંગાપુરઃ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. તે ન માત્ર બાળકોને સંક્રમિત કરી રહ્યો છે, પરંતુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સિંગાપુર સરકારે કહ્યું કે, ભારતમાં મળેલ કોરોનાનો નવો સ્ટ્રેન બાળકો માટે વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.
16 વર્ષ સુધીના બાળકોના વેક્સિનેશન માટે કામ કરી રહી છે સરકાર
સિંગાપુરના શિક્ષણ મંત્રી ચૈન ચુને કહ્યુ કે, કોરોના વાયરસના મ્યૂટેટ વર્ઝન ખતરનાક સાબિત થઈ રહ્યો છે. તે કિશોરો અને બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે. તેમણે કહ્યું કે, સિંગાપુર સરકાર હવે દેશમાં કિશોરો માટે પણ વેક્સિનેશનની યોજના પર કામ કરી રહી છે.
સિંગાપુરમાં કોરોનાના કેસમાં ઉછાળ
સિંગાપુરમાં રવિવારે 38 કેસ મળ્યા, જ્યારે સોમવારે 333 નવા કેસ નોંધાયટા છે. ત્યારબાદ સ્વાસ્થ્ય વ્યવસ્થાને હાઈ એલર્ટ કરી દેવામાં ાવી છે. રવિવારે નોંધાયેલા 38 કેસમાં ચાર બાળકો પણ સામેલ છે.
આ પણ વાંચોઃ ભારતે હજુ કોરોનાની અન્ય લહેરનો સામનો કરવો પડશે, WHO એ આપી ચેતવણી
સિંગાપુરમાં શાળાઓ બંધ કરવામાં આવી
સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે કહ્યુ કે, ભારતમાં મળેલો કોરોનાનો નવો સ્ટ્રેન બી.1.617 બાળકો પર વધુ અસર કરી રહ્યો છે. તેના કારણે સરકારે પ્રાઇમરી અને સેકેન્ડરી લેવલની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેથી કોરોનાનો પ્રસાર રોકી શકાય.
અત્યાર સુધી 61 હજાર કેસ નોંધાયા
સિંગાપુરમાં અત્યાર સુધી 61000 કોરોના સંક્રમણના કેસ સામે આવી ચુક્યા છે. તેના કારણે 31 લોકોના મૃત્યુ થયા છે. સિંગાપુરમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે, તો જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. રેસ્ટરન્ટમાં માત્ર હોમ ડિલિવરીની મંજૂરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, આ મુશ્કેલ સમય છે. પરંતુ અમે સિંગાપુરને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સિંગાપુરમાં મેના બીજા સપ્તાહથી 45 વર્ષ કરતા વધુ ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube