બીજિંગ : ચીનનાં વુહાનમાંથી નિકળેલો કોરોના વાયરસ હાલ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં આ વાયરસનાં આશરે 30 લાખ લોકોને સંક્રમિત કર્યા છે. આ મહામારીએ સમગ્ર વિશ્વમાં 2 લાખથી વધારે લોકોનાં જીવ લીધા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મનીએ ચીન પર વાયરસનાં સોર્સ મુદ્દે એક તટસ્થ આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવા માટે દબાણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય તપાસનાં વધી રહેલા દબાણનો સામનો કરી રહેલ ચીને સોમવારે કહ્યું કે, આ પ્રકારની તપાસનો કોઇ કાયદેસર આધાર નથી અને ભુતકાળમાં આવી મહામારીઓની તપાસનાં કોઇ નક્કર પરિણામો આવ્યા નથી.
કોરોના અંગે IIT જોધપુરનું મહત્વનું સંશોધન, અમેરિકાએ પણ પકડ્યાં કાન સંશોધનને પ્રકાશિત કર્યું

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મનીએ પણ કરી છે તપાસની માંગ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મનીનાં ચાન્સેલર એંજેલા મર્કેલે કોવિડ 19નાં સોર્સ મુદ્દે ચીનનાં વધારે પારદર્શિતાની વાત કહી છે. ટ્રમ્પે વાયરસનાં સોર્સની તપાસ માટેની માંગને આગળ વધારતા કહ્યું કે, તેની માહિતી મેળવવી જોઇએ કે શું વુહાન ઇંસ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાંથી નિકળ્યોં હતો. મીડિયાના એક સમાચાર અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગે કહ્યું કે, દેશને કોવિડ 19 સંકટ પર લાંબા સમય માટે અભૂતપૂર્વ પ્રતિકુળ પરિસ્થઇતીઓ અને પડકારો માટે તૈયાર રહેવું જોઇએ. 


કોરોના વિરુદ્ધના યુદ્ધમાં મોટી સફળતા, 9 રાજ્ય/ કેન્દ્ર શાસિત રાજ્ય સંક્રમણ મુક્ત

વાયરસનાં સોર્સ અંગે સ્વસંત્ર તપાસ કરાવવા અંગે સંમતી નહી
એવું પુછવામાં આવતા કે શું ચીન વાયરસનાં સ્ત્રોત અંગે સ્વતંત્ર તપાસ માટે સંમત થશે તો ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગએ તેને વધારે મહત્વ નહી આપતા પૂર્વમાં આવા વાયરસની તપાસ ઘણા મોટા પ્રમાણમાં પ્રાપ્ત નથી થયું.  વાયરસની ઉત્પત્તી અંગેનો સ્ત્રોત વિજ્ઞાનનો વિષય છે અને તેનો અભ્યાસ વૈજ્ઞાનિકો અને પ્રોફેશનલ દ્વારા કરવામાં આવવો જોઇએ. આ પ્રતારનું સંશોધન વધારે નિર્ણાયક માત્ર મહામારી વિજ્ઞાનનાં અભ્યાસ અને વાયરોલોજી અભ્યાસ અંગે પારસ્પારિક રીતે પુષ્ટ પુરાવા પ્રાપ્ત થયા બાદ જ પ્રાપ્ત કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube