વુહાન/નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ચીનના વુહાન શહેરમાં ફસાયેલા 8 ભારતીય વિદ્યાર્થીના સમૂહે ભારત સરકારને અપીલ કરી છે કે તેને જેટલા જલદી બની શકે, ત્યાંથી સુરક્ષિત કાઢવામાં આવે. વુહાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કરનાર આ ભારતીય છાત્રોએ કહ્યું કે, શહેર સંપૂર્ણ રીતે સીઝ છે અને થોડા સમયમાં તેમની પાસે ખાવા-પીવા માટે કંઇ વધશે નહીં. કોરોના વાયરસને કારણે ચીનમાં અત્યાર સુધી 106 લોકોના મોત થઈ ચુક્યા છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, અત્યાર સુધી કોરોના વાયરસથી ચેપગ્રસ્ત 4515 મામલાની ખાતરી થઈ ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં ભારતીય દૂતાવાસે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કર્યો છે અને તેને સંભવિદ મદદનો વિશ્વાસ અપાવ્યો છે. શહેરમાં વાયરસ ફેલાઇ રહ્યો છે અને આ કારણે વિદ્યાર્થીઓ સતત ડર અને ચિંતામાં જીવી રહ્યાં છે. સરકારને રેસ્ક્યૂની અપીલ કરનાર વિદ્યાર્થીઓ આસામ, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને જમ્મૂ-કાશ્મીરથી છે. 


આસામ સાથે સંબંધ ધરાવનાર 22 વર્ષનો ગૌરવ નાથન વુહાન યુનિવર્સિટીમાં મટેરિયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે વુહાનથી ન્યૂઝ એજન્સી એએનઆઈને ફોન પર જણાવ્યું કે શહેરમાં પ્રતિબંધોને કારણે તેમણે તમામ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનો બંધ છે. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ સંપૂર્ણ પણે બંધ છે. 


વિદ્યાર્થીએ જણાવ્યું, 'શહેરમાં કોરોના વાયરસના પ્રકોપથી અમને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ કારણે અમે અમારી હોસ્ટેલોમાં ફસાયા છીએ.અમને જરૂરી દિવસમાં માત્ર 2 કલાક માટે બહાર જવાની મંજૂરી છે જેથી અમે જરૂરી સામાન ખરીદી શકીએ, પરંતુ શહેર સંપૂર્ણ રીતે બંધ છે. બધી દુકાનો અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ છે. જરૂરી સામાન ઘટી ગયો છે અને ટૂંક સમયમાં તો અમારી પાસે ખાવા-પીવા માટે કંઇ વધશે નહીં.'


corona virus: ચીનના વાયરસથી ચારે તરફ ડરનો માહોલ, આ છે બચવાની રીત
 
ગૌરવ નાથે આગળ જણાવ્યું, 'ચીનમાં ભારતીય દૂતાવાસે રેસ્ક્યૂ માટે તેનો સંપર્ક કર્યો છે. અમે ભારત સરકારને અપીલ કરી છે કે અમને જેટલું ઝડપી બની શકે રેસ્ક્યૂ કરવામાં આવે.'


વુહાન શહેર ઘણા દિવસથી બંધ છે. સાવધાનીના ભાગ રૂપે ટ્રાન્સપોર્ટના તમામ સાધનોને બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે તે પોત-પોતાના ઘરમાં રહે, બહાર ન નિકળે. 


આ વચ્ચે ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)એ વુહાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે મંગળવારે એર ઈન્ડિયાની એક ફ્લાઇટને મંજૂરી આપી દીધી છે. વુહાનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે એર ઈન્ડિયાના એક બોઇંગ 747 વિમાનને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...