ચીનમાં દુર્ઘટના: કોરોનાનાં દર્દીઓથી ભરેલી ઇમારત ધરાશાયી, રેસ્ક્યું ઓપરેશન ચાલુ
ચીનના ફુઝિયાન પ્રાંતમાંથી શનિવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. ચીનનાં અધિકારીક મીડિયા અનુસાર કુઆનજો શહેરમાં આવેલી સિનજિયા હોટલ શનિવારે ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં 70થી વધારે લોકો કાટમાળમાં દટાયેલા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર 80 રૂમની આ હોટલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ઘટના બાદ મોટા સ્તર પર રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રેસક્યુમાં 23 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 70 લોકો હજી પણ ફસાયેલા હોવાનો અંદાજ છે.
બીજિંગ : ચીનના ફુઝિયાન પ્રાંતમાંથી શનિવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. ચીનનાં અધિકારીક મીડિયા અનુસાર કુઆનજો શહેરમાં આવેલી સિનજિયા હોટલ શનિવારે ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં 70થી વધારે લોકો કાટમાળમાં દટાયેલા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી અનુસાર 80 રૂમની આ હોટલમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ઘટના બાદ મોટા સ્તર પર રેસક્યું ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રેસક્યુમાં 23 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 70 લોકો હજી પણ ફસાયેલા હોવાનો અંદાજ છે.
કોરોનાના ભય વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની તમામ હોટલો માટે લીધો મહત્વનો નિર્ણય
સ્થાનિક સમય અનુસાર આ ઘટના સાંજે સાડા સાત વાગ્યે કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર રેસ્કયું ઓપરેશન ચાલી રહ્યું છે અને કાટમાળ હટાવવાની સાથે સાથે તેમાં દબાયેલા લોકોને સકુશળ બહાર કાઢવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં નારંગી રંગના કપડા પહેરેલા બચાવ કર્મચારીઓનું દળ કાટમાળનાં ઢગલા પર ચડતા જોવા મળી રહ્યા છે. હાલ તે સ્પષ્ટ નથી થઇ રહ્યું કે, ઇમારત તુટી પડવા પહેલા કેટલા માળ હતા તે અંગે હજી સુધી માહિતી નથી મળી રહી.
પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...
ચીનનાં અધિકારીક મીડિયા અનુસાર 80 રૂમની આ હોટલ જૂન 2018માં ખોલવામાં આવ્યા હતા અને હાલ તેને કોરોના વાયરસનાં પ્રકોપનો શિકાર થયેલા લોકોની સારવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફુઝીયાન પ્રાંતની સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર પ્રાંતમાં કોરોનાના કુલ 296 દર્દી હતા અને 10819 શંકાસ્પદ દર્દીઓને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube