જીનેવા: દુનિયાભરમાં કોરોનાના સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ મહામારીથી મરનારાઓની સંખ્યા 44000 પાર ગઈ છે. બમણી ઝડપથી વધી રહેલા કોરોનાના દર્દીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ચિંતામાં વધારો કર્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને બુધવારે કહ્યું કે કોરોના વાયરસ મહામારી વૈશ્વિક સ્તરે ફેલાતા અને હાલમાં ઝડપથી વધી રહેલા કેસોને લઈને તે ચિંતિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHOના પ્રમુખ ડેટરોસ એડહાનોમ ધેબ્રેયાસસે કહ્યું કે ગત સપ્તાહે મૃતકોની સંખ્યા બમણી કરતા વધુ થઈ. આગામી થોડા દિવસોમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ અને મૃતકોની સંખ્યા 50,000 થઈ શકે છે. 


સ્પેનમાં એક જ દિવસમાં સામે આવ્યાં 9222 કેસ
સ્પેનના સ્વાસ્થ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 94,417 થઈ છે. મંગળવારે અહીં 9222 કેસ સામે આવ્યાં જે રવિવાર અને સોમવારમાં આવેલા કેસોની સંખ્યા કરતા ઘણા વધુ છે. કોરોનાના કારણે 8189 લોકોના મોત થઈ ચૂક્યા છે. 


કોરોના પીડિતો માટે મૌન
ચીન સિવાયના 200 દેશોમાં લગભગ કોરોનાના 640000 કેસ સામે આવ્યાં છે. જેમાં 10 દેશ એવા છે જેમાં 10,000થી વધુ કેસ જોવા મળ્યાં છે. તેમાંથી મોટાભાગના દેશો યુરોપના છે. ઈટાલીમાં હાલાત સૌથી ખરાબ છે. મંગળવારે આ દેશે કોરોનાના શિકાર લોકો માટે એક મિનિટનું મૌન પાળ્યું. સંક્રમણની કુલ સંખ્યા એક લાખ 10 હજારને પાર ગઈ છે. જેમાંથી લગભગ 13000ના મોત થઈ ચૂક્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube