Coronavirus ને લઇને નવો ખુલાસો, આટલા દિવસોમાં તપાસ કરાવશો તો નહી આવે સાચો રિપોર્ટ
આ રિસર્ચ પેપર `એનલ્ઝ ઓફ ઇન્ટરનેશનલ મેડિસિન`માં પ્રકાશિત થયો છે. અમેરિકાના જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના શોધકર્તાએ હોસ્પિટલમાં દર્દી સહિત ઘણા અન્ય દર્દીઓના મોંઢાની લારના 1330 નમૂનાનું વિશ્લેષણ કર્યું.
વોશિંગ્ટન: જો કોઇ વ્યક્તિ કોવિડ 19 (Covid-19)થી સંક્રમિત થાય છે અને શરૂઆતી સ્તર પર જ તેની તપાસ કરવામાં આવે છે તો તેના પરિણામમાં એવું થઇ શકે કે તે સંક્રમિત ન મળી આવે. જ્યારે હકિકતમાં તે આ બિમારીની ચપેટમાં આવી ચૂક્યો હોય છે. એક રિસર્ચમાં એ દાવો કરતાં કહ્યું કે આ વાયરસની તપાસ લક્ષણ દેખાવવાના ત્રણ દિવસ બાદ કરાવવી સારી રહે છે.
આ રિસર્ચ પેપર 'એનલ્ઝ ઓફ ઇન્ટરનેશનલ મેડિસિન'માં પ્રકાશિત થયો છે. અમેરિકાના જોન્સ હોપ્કિન્સ યુનિવર્સિટીના શોધકર્તાએ હોસ્પિટલમાં દર્દી સહિત ઘણા અન્ય દર્દીઓના મોંઢાની લારના 1330 નમૂનાનું વિશ્લેષણ કર્યું.
રિસર્ચની સહ લેખક લોરેન કુસિર્કાએ કહ્યું 'ભલે કોઇ વ્યક્તિમાં લક્ષણ હોય કે ન હોય પરંતુ તે સંક્રમિત મળી ન આવે તો આ વાતની ગેરન્ટી નથી કે આ વાયરસથી સંક્રમિત નથી.
તેમણે કહ્યું કે સંક્રમિત મળી ન આવતાં આપણે માનીએ છીએ કે આ તપાસ યોગ્ય છે અને તેનાથી બીજા લોકોનો જીવ જોખમમાં પડી જાય છે. વૈજ્ઞાનિકોના અનુસાર જે દર્દીઓને કોરોના વાયરસની ચપેટમાં આવવાની વધુ આશંકા હોય છે તેમને સંક્રમિત માનીને સારવાર કરાવવી જોઇએ ખાસકરીને જો તેમાં કોવિડ 19ના અનુરૂપ લક્ષણ છે. તેમનું માનવું છે કે દર્દીઓની તપાસમાં ઉણપ વિશે પણ જણાવવું જોઇએ.
આંકડા આધારે શોધકર્તાઓએ અનુમાન લગાવ્યું કે સંક્રમણની ચપેટમાં આવ્યાના ચાર દિવસ બાદ તેની તપાસ કરવામાં આવે તો તેમાં 67 ટકાથી વધુ લોકો સંક્રમિત મળી આવવાની સંભાવના છે ભલે તે હકિકતમાં સંક્રમિત હોય છે. શોધકર્તાનું કહેવું છે કે કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં સૌથી યોગ્ય સમય સંક્રમણના આઠ દિવસ બાદ છે જોકે લક્ષણ દેખાવવાના સરેરાશ ત્રણ દિવસ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube