કોરોના વાયરસના ડરમાં ISIS, આતંકીઓને કહ્યું- યૂરોપ ન જતાં
કોરોના વાયરસથી આતંકી સંગઠન આઈએસ પણ ડરી રહ્યું છે. તેણો પોતાના આતંકીઓને તેનાથી બચીને રહેવાની સલાહ આપી છે. નિર્દેશ જારી થયો છે કે યૂરોપ જવાનું નથી.
નવી દિલ્હીઃ વિશ્વને ડરાવનાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ હાલ ખુદ કોરોના વાયરસથી ડરી રહ્યું છે. તેને જોતા તેણે પોતાના આતંકીઓ માટે હેલ્થ એડવાઇઝરી જારી કરી દીધી છે. તેનાથી ચેપી વ્યક્તિથી દૂર રહેવું, હાથ ધોઈને ભોજન કરવું અને યૂરોપ ન જવાની સલાહ આપવામાં આવી છે. ચીન બાદ હવે યૂરોપ કોરોના વાયરસની ઝપેટમાં છે.
ચીન બાદ ઇટાલી અને ઈરાનની સ્થિતિ ખરાબ છે. કોરોનાથી અત્યાર સુધી 5 હજાર કરતા વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અહેવાલો પ્રમાણે, જારી સંદેશમાં લખ્યું છે કે, 'ઉપરવાળા પર વિશ્વાસ રાખો. જમતા પહેલા હાથ સાફ કરો. પોઝિટિવ વ્યક્તિ એ રીતે ભાગો જેમ સિંહને જોઈને ભાગતા હોવ.'
આદેશ આપ્યો- હાથ ધોવો, મોઢું ઢાંકીને રાખો
આ નિર્દેશ તેના ન્યૂઝલેટર અલ નબામાં છપાયો છે. મોઢું કવર કરીને રાખવું, હાથ રાખીને છીંક ખાવી જેવા નિર્દેશ તેમાં લખ્યાં છે. આઈએસના ગઢ ઇરાક-સીરિયામાં હાલ કોરોનાથી કોઈ મોત થયું નથી. ઇરાકમાં હાલ કોરોનાના 79 કેસ સામે આવ્યા છે. તો સીરિયામાં તેનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ ડર છે તે ત્યાં પણ પહોંચી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોવિડ-19ને મહામારી જાહેર કરવામાં આવ્યો છે. આ વાયરસના સંક્રમણથી વિશ્વભરના આશરે 120 દેશો અને ભૂભાગના આશરે 1,33,970 લોકોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે જ્યારે પાંચ હજાર કરતા વધુ લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube