Corona World Update: કોરોનાથી થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ, કંબોડિયાએ સીલ કરી સરહદ, જાણો અન્ય દેશોની સ્થિતિ
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે અનેક દેશોની સ્થિતિ ફરી બગાડી છે. વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે.
વોશિંગટનઃ દુનિયાના અનેક દેશોમાં કોરોનાના નવા કેસમાં વધારા બાદ મહામારીની નવી લહેરનો ખતરો ઉભો થયો છે. ચીને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના નવા કેસ સામે આવ્યા બાદ સર્વેલન્સ વધારી દીધુ છે જ્યારે થાઈલેન્ડમાં કોરોના સંક્રમણમાં ભારે વધારો થતા સ્વાસ્થ્ય સેવાઓ પર અસર પડી રહી છે. ડર એટલો છે કે કંબોડિયાએ થાઈલેન્ડ સાથે લાગતી પોતાની સરહદને સીલ કરી દીધી છે. સાથે પોતાના આઠ પ્રાંતોમાં લૉકડાઉન લગાવવાનો આદેશ જારી કર્યો છે.
થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ
થાઈલેન્ડમાં કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. સંક્રમિતોની સંખ્યા વધરાથી હોસ્પિટલમાં બેડની કમીને કારણે અધિકારીઓએ બેંગકોકના એક એરપોર્ટની કાર્ગો ઇમારતને હોસ્પિટલમાં બદલવાનું કામ શરૂ કરી દીધું છે. થાઈલેન્ડમાં ગુરૂવારે 17669 નવા કેસ આવ્યા જ્યારે 165 લોકોના મોત થયા છે. આ સંખ્યા મહામારીની શરૂઆત બાદ સૌથી વધુ છે. માત્ર 127 લોકોના મોત બેંગકોકમાં થયા છે. થાઈલેન્ડમાં સંક્રમિતોની સંખ્યા 5,61,030 અને મૃતકોનો આંકડો 4562 થઈ ગયો છે.
એલર્ટ મોડમાં ચીન
ચીનમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ વાહન ચાલકોની તપાસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ પ્રમાણે તે માટે રસ્તા પર બેરિકેટ લગાવવામાં આવ્યા છે. પૂર્વી નાનજિંગ શહેર અને તેની સાથે જોડાયેલા પ્રાંતમાં ડેલ્ટા સ્વરૂપના 171 કેસ સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે નાનજિંગ લુકાઉ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ડેલ્ટા વેરિએન્ટ સંક્રમણ ઓછામાં ઓછા 10 શહેરોમાં ફેલાયું છે. તંત્રએ નાનજિંગમાં હજારો લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ પહેલીવાર જોવા મળ્યો આવો દુર્લભ બે મોઢાનો સાપ, 2 ઉંદર એક સાથે ગળી ગયો, જુઓ Video
ઓલિમ્પિક વચ્ચે જાપાનમાં 10 હજાર કેસ
જાપાનમાં ઓલિમ્પિક ગેમ્સ વચ્ચે એક દિવસમાં રેકોર્ડ 10 હજાર નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કોરોનાની શરૂઆતથી આ અત્યાર સુધીના સર્વાધિક કેસ છે. આ પહેલા 9576 કેસ સામે આવ્યા હતા. તો રશિયામાં ગુરૂવારે 799 લોકોના મોત થયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 23270 નવા કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે રશિયામાં કુલ સંક્રમણનો આંકડો 6,218,502 થઈ ગયો છે. તો બુલ્ગેરિયામાં દેશવ્યાપી કોવિડ ઇમરજન્સીને 31 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે.
દુનિયાના 132 દેશોમાં ફેલાયો ડેલ્ટા વેરિએન્ટ
તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ હવે દુનિયાના 132 દેશોમાં ફેલાય ચુક્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા પ્રમાણે અમેરિકા અને પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં કોરોનાના નવા કેસમાં ક્રમશઃ 30 અને 25 ટકાનો વધારો થયો છે. અમેરિકામાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં 131 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં સામે આવેલા કેસ જોઈએ તો અમેરિકા બાદ બ્રાઝિલ બીજા સ્થાને રહ્યું જ્યાં 3,24,334 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં પાછલા સપ્તાહે 5 લાખથી વધુ કેસ નોંધાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube