મૈડ્રિડ: વિશ્વભમાં તબાહી માચવનાર કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવાના પ્રયાસો અંતર્ગત ઘણા દેશોમાં સખત પગલા લઇને લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેના કારણે દુનિયાની લગભગ અડધી વસ્તીને ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાયરસના સંક્રમણને કાબુ કરવા માટે દુનિયાભમાં તમામ પ્રયાસો કરવા છતાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને મોતનો સિલસિલો અટકી રહ્યો નથી. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી રેકોર્ડબ્રેક 849 લોકોના મોત થયા છે. જેનાથી દેશમાં આ મહામારીથી મૃતકોની સંખઅયા વધીને 8189 પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 9222 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે. જેની આ મામલે કુલ સંખ્યા વધીને 94417 પર પહોંચી ગઇ છે.


સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર વિશ્વભમાં આ વાયરસના કારણે મૃતકોની સંખ્યા મંગળારે વધીને 38466 થઇ ગઇ છે. ચીનમાં ડિસેમ્બરમાં સામે આવેલા કોરોના વાયરસનો પહેલો કિસ્સા બાદ દુનિયાના 185 દેશ અને ક્ષત્રોમાં 791000 થી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈટલીમાં આ બીમારીથી 11591 લોકોના મોત થયા છે. આ દેશમાં કુલ 101739 લોકો સંક્રમિત છે અને 14620 લોકોના સ્વસ્થ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube