coronavirus: ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે સ્ટેમ સેલ થેરાપી, ડોક્ટરે બચાવ્યો કોરોના દર્દીનો જીવ
કોરોના વાયરસ (Coronavirus) જેવા અદ્રશ્ય દુશ્મનને કેવી રીતે હરાવી શકાય, તેનો જવાબ સમગ્ર દુનિયા શોધી રહી છે. અત્યાર સુધી દુનિયાભરમાં 1 લાખ 70 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પરંતુ હજુ સુધી તેની કોઈ વૈક્સીન શોધી શકાય નથી. પરંતુ હવે આશાની એક કિરણ જરૂર દેખાઈ રહી છે. અને તે એક એવી ટ્રીટમેન્ટ, જે કોરોના દર્દીઓને મોતના મુખમાંથી બહાર કાઢી લાવે છે. તે છે સ્ટેમ સેલ થેરાપી (Stem Cell Therapy).
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) જેવા અદ્રશ્ય દુશ્મનને કેવી રીતે હરાવી શકાય, તેનો જવાબ સમગ્ર દુનિયા શોધી રહી છે. અત્યાર સુધી દુનિયાભરમાં 1 લાખ 70 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. પરંતુ હજુ સુધી તેની કોઈ વૈક્સીન શોધી શકાય નથી. પરંતુ હવે આશાની એક કિરણ જરૂર દેખાઈ રહી છે. અને તે એક એવી ટ્રીટમેન્ટ, જે કોરોના દર્દીઓને મોતના મુખમાંથી બહાર કાઢી લાવે છે. તે છે સ્ટેમ સેલ થેરાપી (Stem Cell Therapy).
સ્ટેમ સેલ થેરાપી કોરોના વાયરસની સારવારમાં મદદગાર સાબીત થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ થેરાપી આ વાયરસની સામે જંગમાં ગેમ ચેન્જર બનશે.
ઈઝરાયલમાં કોરોના દર્દીની સારવાર આ થેરાપીની મદદથી કરવામાં આવી છે. જ્યારે પહેલા સુધારાના કોઈ લક્ષણ દેખાઈ રહ્યા ન હતા. આ થેરાપીની મદદથી તેનો જીવ બચાવી શકાયો છે.
ઈઝરાયલમાં ખુબજ ગંભીર હાલાતમાં આઈસીયૂમાં એડમિટ 7 કોરોના સંક્રમિત દર્દીઓને સ્ટેમ સેલ થેરાપી દ્વારા સારવાર કરવામાં આવી હતી. જેમાંથી 4 દર્દીઓ સ્વસ્થ થઈ આઈસીયૂથી બહાર આવ્યા છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કેમ કે, આ દર્દીઓ પર મોતનો ખતરો મંડારઈ રહ્યો હતો. આ દર્દી રેસ્પિરેટ્રી ફેલિયર મલ્ટી સિસ્ટમ ઓર્ગન ફેલિયર હાર્ટ અને કિડની ફેલિયર જેવી ખુબજ ગંભીર બિમારીનો સામનો કરી રહ્યાં હતા.
પરંતુ ત્યારે ડોક્ટરે નિર્ણય કર્યો અને તેમની સારવાર સ્ટેમ સેલ થેરાપી દ્વારા કરી અને તેનું ચોંકાવનારું પરિણામ સામે આવ્યું. ઈઝરાયલનો દાવો છે કે, સ્ટેમ સેલ થેરાપી 100 ટકા અસરકારક સાબિત થઈ છે. સ્ટેમ સેલ્સ ટ્રીટમેન્ટ હવે અમેરિકાના ન્યૂજર્સીમાં પણ શરૂ કરવામાં આવી છે. જો કે, તેનું પરિણામ હજુ સુધી સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube