લાહોર: પાકિસ્તાનમાં નેતાઓના હાસ્યાસ્પદ નિવેદનોની શ્રેણીમાં વધુ એક નિવેદન જોડાયુ છે. એક મંત્રીએ કાશ્મીર પર દુનિયાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે અને જંગનો રાગ આલાપતા કહ્યું કે યુદ્ધ થયું તો પાકિસ્તાન જો એક મિસાઈલ ભારત પર છોડશે તો બીજી તેના સમર્થક દેશ પર. આ નિવેદન પાકિસ્તાનના ગિલગિટ બાલટિસ્તાન અને કાશ્મીર મામલાના સંઘીય મંત્રી અલી અમીન ગંડાપુરે એક સમારોહમાં આપ્યું અને પોતાની વિચિત્રતાના કારણે આ વીડિયો તરત વાઈરલ થઈ ગયો. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ ગંડાપુરે કાશ્મીરમાં 'ભારતીય અત્યાચાર પર દુનિયાની ચૂપ્પી' પર અફસોસ વ્યક્ત કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો કાશ્મીર પર ભારત સાથે તણાવ વધે તો પાકિસ્તાન યુદ્ધ માટે મજબુર થશે. જે દેશો કાશ્મીર મામલે ભારતની પડખે ઊભા છે તેમણે પણ તેનો અંજામ ભોગવવો પડશે. જો એક મિસાઈલ ભારત પર છોડાશે તો બીજી તેના સમર્થક પર છોડાશે. તેમણે તેના માટે પણ તૈયાર રહેવું પડશે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...