ચીનના ચોંગકિંગમાં એક એપાર્ટમેન્ટની 15મી માળથી બે માસૂમ બાળકોને નીચે ફેંકવાના મામલામાં આરોપી અને તેની પ્રેમિકાને ફાંસીની સજા કરવામાં આવી. ત્યારબાદ દેશભરમાં ભારે હંગામો મચી ગયો છે. દેશની ટોચની અદાલતે હાલમાં જ બંનેને સજા એ મોતની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંનેને ફાંસીની સજા કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ઝાંગ બો અને તેની પ્રેમિકા યે ચેંગચેને 2 નવેમ્બર 2020ના રોજ 2 વર્ષની પુત્રી અને એક વર્ષના પુત્રને 15માં માળેથી ફેંકી દીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ઝાંગ અને યેએ બે બાળકોની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને સ્થાનિક વકીલોએ બંને વિરુદધ જાણી જોઈને હત્યાનો આરોપ દાખલ કર્યો હતો. 


ચોંગકિંગ પબ્લિક પ્રોસિક્યુટરની ઓફિસ તરફથી જારી એક અભિયોગ મુજબ ઝાંગ અને યે સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યા હતા. બંનેને પ્રેમ થઈ ગયો અને તેઓ રિલેશનશિપમાં આવી ગયા. ઝાંગ બો ડિવોર્સી હતો. તેને યે ચેંગચેને કહ્યું કે જો તેના બાળકો સાથે હશે તો તે તેની સાથે રહેશે નહીં. ફેબ્રુઆરી 2020માં ઝાંગ અને યેએ ઝાંગના બે બાળકોને મારવાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધુ. તેમણે નક્કી કર્યું કે તેઓ એક અક્સ્માત જેવું કાવતરું રચશે જેમાં બાળકોના મૃત્યુ થઈ જશે. જુલાઈ 2021માં કેસની પહેલી સુનાવણી દરમિયાન બાળકોની માતા ચેન મીલિને કોર્ટ પાસે વળતરની માંગણી કરી અને પૂર્વ પતિ તથા તેની પ્રેમિકા માટે આકરી સજાની માંગણી કરી. 


ચોંગકિંગની એક કોર્ટે જાણી જોઈને કરાયેલી હત્યાના મામલે 28 ડિસેમ્બર 2021ના રોજ ઝાંગ અને યે ચેંગચેનને મોતની સજા સંભળાવી. ત્યારબાદ ઝાંગ અને યેએ અપીલ દાખલ કરી. ગત વર્ષ 6 એપ્રિલના રોજ ઝાંગે કોર્ટમાં પોતાનું કબૂલનામું પાછું ખેંચ્યુ અને દાવો કર્યો કે તેના બાળકોના મોત એક અકસ્માતમાં થયા હતા. ચીનની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ પીપલ્સ કોર્ટે ઝાંગ અને યે માટે મોતની સજા યથાવત રાખી અને ચુકાદો આપ્યો કે તેમણે જાણી જોઈને  હત્યા કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube