યૂક્રેન: કારમાં સેક્સ માણી રહેલા કપલને ગોળીઓ વડે વિંધી નાખ્યો અને ચોર તેમની SUV લઇને ફરાર થઇ ગયો. આ ઘટના યૂક્રેનના ગુટિરિવકા નામની જગ્યાએ થઇ હતી. આ કેસમાં એક સ્થાનિક કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કારાવાસ અને સહ આરોપીને 12 વર્ષની જેલની સજા સંભળાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલ્તાવા રીજનલ કોર્ટમાં કહેવામાં આવ્યું કે કપ અઠવાડિયાના ખાસ દિવસે આ જગ્યા જોવા મળતું હતું. અપરાધીઓને એ વાતની ખબર હતી અને એક દિવસ ઘાત લગાવીને તેમણે હુમલો કરી દીધો. રિપોર્ટ અનુસાર એન્ડ્રીવે યૂરીના માથામાં ગોળી દીધી હતી અને પછી તેની પ્રેમિકાને પોતાના ઘરેણા આપવા માટે કહ્યું હતું. જેવા જ તેણે ઘરેણા ઉતાર્યા, તેને પણ માથામાં ગોળી મારી દીધી.  


ઘટના બાદ આરોપી કારને ઘરે લઇ ગયો અને પોતાના ગેરેજમાં સંતાડી રાખી. ઘટનાના 1 વર્ષ બાદ એન્ડ્રીવએ કારના પાર્ટ્સને ઓનલાઇન બેચવાનો પ્રયત્ન કર્યો તો પોલીસને સમગ્ર કેસની ખબર પડી ગઇ.


ડેલી મેલના રિપોર્ટ અનુસાર પોલીસ પ્રવક્તા રસલન બિરયુકોવે કહ્યું કે ગોળી માર્યા બાદ ચોરોએ કપલને જીવતું દફનાવી દીધું હતું. દફનાવતી વખતે પ્રેમી-પ્રેમિકાએ એકબીજા હાથમાં પકડેલો હતો. 


જૂન 2016માં સર્જાયેલી ઘટના 1 વર્ષ બાદ જ્યારે ચોરોએ Volkswagen SUV પાર્ટ્સ અલગ-અલગ વેચવાનું શરૂ કર્યું તો તેમનો ગુનો ઉજાગર થયો. પોલીસે 36 વર્ષના રસલન ક્લેમેન્ચુક અને 39 વર્ષના ગેન્નેડી એન્ડ્રીવની ધરપકડ કરી લીધી. કોર્ટે ગત અઠવાડિયે ગેન્નેડી એન્ડ્રીવને આજીવન જેલની સજા સંભળાવી, જ્યારે ક્લેમેન્ચુકને 12 વર્ષની સજા સંભળાવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube