ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની એક વિશેષ અદાલતે મંગળવારે પૂર્વ સૈનિક તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) વિરુદ્ધ ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં ચુકાદો સુરક્ષિત રાખી લીધો છે. કોર્ટ આગામી 28 નવેમ્બરે આ મામલામાં પોતાનો ચુકાદો સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકાર (Pakistan Muslim League-Nawaz, PML-N)ના 76 વર્ષીય પૂર્વ સેના પ્રમુખ વિરુદ્ધ વર્ષ 2013મા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફ પર નવેમ્બર 2007મા વધારાની બંધારણીય કટોકટી લાગૂ કરવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ વકાર અહમદ શેઠની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની ટ્રિબ્યૂનલે આ મામલાની સુનાવણી કરી છે. કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખવા દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુધી અંતિમ દલીલો રજૂ કરવાની પણ સૂચના આપી છે. પાકિસ્તાનના અખબાર ડોને પોતાના રિપોર્ટમાં કહ્યું કે, જો મુશર્રફ આ મામલામાં દોષી સાબિત થાય તો તેને ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનના ઈતિહાસમાં મુશર્રફ પ્રથમ સેના પ્રમુખ છે જેના પર 31 માર્ચ 2014ના રાજદ્રોહના મામલામાં આરોપ નક્કી કરવામાં આવ્યો હતો. 


પરંતુ મુશર્રફે તે સમયે તમામ આરોપોને રાજનીતિથી પ્રેરિત જણાવ્યા હતા. મહત્વનું છે કે વર્ષ 2016મા મુશર્રફ દુબઈ ભાગી જતા આ ચર્ચિત હાઈ પ્રોફાઇલ મામલાની સુનાવણી ઠપ્પ થઈ ગઈ હતી. મુશર્રફે મેડિકલ સારવારનો હવાલો આપતા માર્ચ 2016મા પાકિસ્તાન છોડી દીધું હતું. પરંતુ તેણે પરત ફરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેનું નામ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી હટાવ્યા બાદ તે વિદેશ જવામાં સફળ રહ્યાં હતા. પરંતુ તેના થોડા મહિના બાદ પાકિસ્તાનની એક વિશેષ અદાલતે તેને ભાગેડૂ જાહેર કરી દીધો હતો. 


અંજ્કિય રહાણેએ લખ્યું, 'પિંક બોલના સપના આવી રહ્યાં છે,' તો વિરાટ અને ધવને કરી મજેદાર કોમેન્ટ 


બાદમાં મુશર્રફે સુરક્ષાના કારણોની વાત કરતા સ્વદેશ પરત ફરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે બાદમાં તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. તેના વકીલે કોર્ટને જણાવ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષાના કારણોને લીધે પાકિસ્તાન આવીને કોર્ટમાં રજૂ થઈ શકે નહીં. વકીલ તરફથી જણાવવામાં આવ્યં કે, મુશર્રફનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે તેથી ડોક્ટરોએ તેને દુબઈથી બહાર જવાની ના પાડી છે. મહત્વનું છે કે વર્ષ 199મા જનરલ મુશર્રફે વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને બળજબરી પૂર્વક સત્તાથી બહાર કરી હતી. તેણે પાકિસ્તાન પર વર્ષ 2008 સુધી શાસન કર્યું જ્યાં સુધી તેને પદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝ જાણો,  જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube