વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારત સહિત કોરોના વાયરસ સામે લડી રહેલા 64 દેશોને 274 મિલિયન અમેરિકી ડોલરની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. આ આર્થિક મદદમાં અમેરિકા ભારતને 29 લાખ (આશરે 22 કરોડ રૂપિયા) અમેરિકી ડોલરની મદદ કરશે. વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસથી આ સમયે અમેરિકા સહિત 64 દેશો એવા છે, જે હાઈ રિસ્ક પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ ભારતને 2.9 મિલિયન યૂએસ ડોલરની મદદની જાહેરાત કરતા જણાવ્યું કે, આ પૈસાથી ભારત સરકાર લેબોરેટરી સિસ્ટમ, એક્ટિવેટ કેસને શોધવા, દેખરેખ અને ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ સંબંધી તૈયારીઓ વગેરેને પહોંચી વળવાના કામમાં ઉપયોગ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર