ડેલ્ટા વેરિએન્ટે વધારી WHO ની ચિંતા, અત્યાર સુધી 85 દેશોમાં નોંધાયા છે કેસ
સંગઠન પ્રમાણે અત્યાર સુધી દુનિયાભરમાં 2 અબજ 61 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. સંગઠન તરફથી ડેલ્ટા વેરિએન્ટને સૌથી ઝડપી ફેલાતો જણાવવામાં આવ્યો છે.
જિનેવાઃ દુનિયાના ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટ પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચિંતા વ્યક્ત કરી છે. તો યૂએન પ્રમુખ એન્ટોનિયો ગુટારેસે વૈશ્વિક સ્તર પર રસીકરણમાં તેજી લાવવા પર ભાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યું કે વાયરસનો ફેલાવો અને નવા ફેરફારો પર કાબૂ મેળવવો ખુબ જરૂરી છે.
સંગઠન પ્રમાણે અત્યાર સુધી દુનિયાભરમાં 2 અબજ 61 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. સંગઠન તરફથી ડેલ્ટા વેરિએન્ટને સૌથી ઝડપી ફેલાતો ગણવામાં આવ્યો છે. યૂએનની સ્વાસ્થ્ય એજન્સીના પ્રમુખ ટ્રેડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે પત્રકાર વાર્તા દરમિયાન કહ્યુ કે, અત્યાર સુધી આ વેરિએન્ટ 85 દેશોમાં જોવા મળ્યો છે.
ડબ્લ્યૂએચઓ પ્રમુખ પ્રમાણે જ્યાં અત્યાર સુધી રસીકરણ કરવામાં આવ્યું નથી ત્યાં તેનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. ટેડ્રોસે તે દેશો પર સવાલ ઉઠાવ્યા છે જ્યાં જાહેર સ્વાસ્થ્ય અને સામાજીક ઉપાયોમાં ઢીલ મુકી છે. તેમનું કહેવું છે કે જો સંક્રમણ આ પ્રકારે વધતુ રહ્યું તો પછી સ્વાસ્થ્ય સેવાઓ પર વધુ બોજ વધી જશે. તેના પરિણામ પણ સારા રહેશે નહીં.
આ પણ વાંચોઃ મૃત્યુ બાદ શું થાય છે? ફરીથી જીવિત થયેલા વ્યક્તિએ આ અંગે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો
તેવામાં સંક્રમણથી મોતનું જોખમ વધુ હશે. ડબ્લ્યૂએચઓ પ્રમુખે તે પણ સ્પષ્ટ કર્યુ કે આવનારા સમયમાં વાયરસના નવા સ્વરૂપ આપણી સામે આવતા રહેશે. આ વાયરસની પ્રકૃતિ હોય છે. પરંતુ એવું નથી કે તેને રોકી શકાય નહીં. તેનો સીધો નિયમ છે કે ન વધુ બહાર નિકળો અને ન તેનો ફેલાવો વધુ થશે.
સંગઠનના ડાયરેક્ટરે બધા દેશોને સંક્રમણ રોકવા માટે દરેક સંભવ ઉપાય કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સંગઠન સતત છેલ્લા દોઢ વર્ષથી તેને લઈને દરેક જાણકારી આપી રહ્યું છે અને દુનિયાને ચેતવણી આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ મહામારીથી બચવા માટે બધાએ વેક્સિન લેવી જોઈએ. આમ કરવાથી બધાની સુરક્ષાની ખાતરી કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube