વોશિંગ્ટન: કોરોના મહામારી (Coronavirus)ને લઇને અમેરિકા અને ચીનની વચ્ચે શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એક બીજાને ખોટા સાબિત કરવામાં લાગ્યા છે. જ્યાં અમેરિકાનું કહેવું છે કે, ચીને યોગ્ય સમય પર વાયરસની જાણકારી દુનિયાને આપી નહીં, જેના કારણે કોરોના મહામારી બની ગઈ છે. ત્યારે ચીનનું કહેવું છે કે, અમેરિકા પોતાની અક્ષમતા છૂપાવા માટે તેમનું નામ ઉછાડી રહ્યું છે. બંને દેશોની આ જંગમાં હવે જનતા પણ સામેલ થઈ ગઈ છે અથવા તો એમ કહી શકાય કે તેમના આ યુદ્ધે ટ્રેડ વોર્ડની શરૂઆત કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- લિપુલેખ પર ચીને આખરે મૌન તોડ્યું, નેપાળને લાગશે જબરદસ્ત મોટો ઝટકો


Deutsche Bankના મોટા ડેટા પ્લેટફોર્મ dDDIGના હાલના સર્વેક્ષણથી જાણવા મળી રહ્યું છે કે 41 ટકા અમેકિના લોકો મેડ ઈન ચાઈના ઉત્પાદનો ખરીદી રહ્યાં નથી અને આ પ્રકારે ચીનના 35 ટકા લોકો અમેરિકા નિર્મિત ઉત્પાદનને ખરીદી રહ્યા નથી. તેમ છતાં, મોટાભાગના ગ્રાહકો એકબીજાના ઉત્પાદનોને સંપૂર્ણપણે બંધ કરવા તૈયાર નથી, પરંતુ  સર્વેનાં પરિણામો દેશી માલ તરફનો વધતો વલણ દર્શાવે છે.


આ પણ વાંચો:- Hydroxychloroquine દવા અંગે ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, વ્હાઈટ હાઉસે પણ કરી સ્પષ્ટતા


વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વારંવાર ચીન પર નિશાન સાધી રહ્યા છે, જેથી તે કોરોના મહામારીને કારણે થયેલા જાન-માલના નુકસાનથી લોકોનું ધ્યાન ભટકાવી શકે. તેમનો પ્રયાસ આગામી છ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીના પગલે છે.


આ પણ વાંચો:- કોરોના મુદ્દે અમેરિકા બાદ હવે આ શક્તિશાળી દેશ સાથે વધ્યો ચીનનો વિવાદ, બંને આમને સામને


ઉલ્લેખનિય છે કે, અમેરિકામાં કોરોનાએ ખૂબ વિનાશ કર્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં લગભગ 1500 લોકોનાં મોત થયાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ આંકડો સૌથી વધુ કહેવામાં આવી રહ્યો છે. આ સાથે અમેરિકામાં મોતની કુલ સંખ્યા 91 હજારને વટાવી ગઈ છે. જ્યારે સંક્રમણના આશરે 15 લાખ કેસ નોંધાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube