વોશિંગટનઃ દુશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે દુનિયામાં ખુબ જલદી કોરોના જેવી વધુ એક મહામારી આવશે. બિલ ગેટ્સે તે પણ સ્વીકાર્યું કે કોવિડ-19 થી ગંભીર રૂપથી બીમાર થવાનો ખતરો નાટકીય રીતે ઓછો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે લોકોમાં વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી પેદા થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએનબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે કહ્યુ કે, ભવિષ્યમાં આવનારી મહામારી કોરોના વાયરસ પરિવારના એક અલગ રોગાણુથી આવી શકે છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે મેડિકલ તકનીકમાં આવેલા વિકાસની મદદથી દુનિયા તેનો સારી રીતે સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે, તે માટે અત્યારથી રોકાણ કરવું પડશે. માઇક્રોસોફ્ટના સંસ્થાપકે કહ્યુ કે, કોરોના છેલ્લા બે વર્ષથી આપણી વચ્ચે છે અને હવે તેની ખરાબ અસર ઓછી થઈ રહી છે. 


વૈશ્વિક વસ્તીમાં કેટલાક સ્તર સુધી ઇમ્યુનિટી પેદા થઈ
તેમણે કહ્યું કે, આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે વૈશ્વિક વસ્તીમાં કેટલાક સ્તર સુધી ઇમ્યુનિટી પેદા થઈ છે. ગેટ્સે કહ્યુ કે, નવા ઓમિક્રોન વેરિએન્ટ દેખાડી દીધું કે તેની ગંભીરતા ઓછી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે વાયરસ ફેલાય છે તો તે ખુદ પોતાની ઇમ્યુનિટી પેદા કરે છે. આ આદત વિશ્વ સમુદાયને મહામારીમાંથી કાઢવામાં વેક્સીનની તુલનામાં વધુ અસરકારક સાબિત થઈ છે. 


આ પણ વાંચોઃ અહીં ઓમિક્રોન મચાવી રહ્યો છે ભીષણ તબાહી, હોસ્પિટલો થઇ ફૂલ, હવે રસ્તાઓ પર થઇ રહી છે સારવાર


મહત્વનું છે કે ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે પરંતુ ઓમીક્રોનના સબ-વેરિએન્ટ BA.2 એ ચિંતા વધારી છે. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનના સબ-વેરિએન્ટ BA.2 મૂળ વેરિએન્ટથી ઝડપથી ફેલાય છે. અલગ-અલગ થયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. સાથે અભ્યાસમાં તે પણ જાણવા મળ્યું કે, ઓમીક્રોન સબ-વેરિએન્ટ BA.2 ડેલ્ટાથી પણ ખતરનાક હોઈ શકે છે. આ કોરોનાની ગંભીર બીમારીનું કારણ બની શકે છે. મહામારી વૈજ્ઞાનિક એરિક ફેંગે કહ્યુ છે કે આ વેરિએન્ટે ચિંતા વધારી દીધી છે. 


BA.2 કેટલો ઘાતક
સબ વેરિએન્ટ BA.2 ને સ્ટીલ્થ ઓમીક્રોનના રૂપમાં પણ જાણવામાં આવે છે. તેના વિશે ત્રણ મહત્વપૂર્ણ વાતો છે, જેને જાપાની ટીમે ઓળખી છે. BA.2 ગંભીર બીમારી પેદા કરવામાં સક્ષમ છે. તેના પર થયેલી સ્ટડીને પ્રીપ્રિન્ટ રિપોઝિટરી BioRxiv પર પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ તેની હજુ સમીક્ષા કરવાની બાકી છે. રિસર્ચરોએ કહ્યું કે,  BA.2 ને ઓમીક્રોનના સબ વેરિએન્ટના રૂપમાં ઓળખાય છે, પરંતુ તેનું જીનોમ સિક્વેન્સિંગ  BA.1 થી ખુબ અલગ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube