લંડન: કોરોના વાયરસ (Coronavirus) સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. દરેકવાર તે ગત વખત કરતાં વધુ ખતરનાક થતો જાય છે. ઇગ્લેંડમાં ફરી એકવાર કોરોના વાયરસે પોતાને મ્યૂટેટ કર્યો છે અને કોરોનાના નવા સ્ટ્રેનથી 16 લોકો સંક્રમિત થયા છે. કોઇ વાયરસના મ્યૂટેટ થવાનો અર્થ છે કે તે વાયરસના જેનેટિક મટેરિયલમાં ફેરફાર થવો. કોરોના વાયરસ અત્યાર સુધી હજારો વાર પોતાનો મ્યૂટેટ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા નામાકરણની તૈયારી 
અમારી સહયોગી વેબસાઇટ WION ના રિપોર્ટ અનુસાર ઇગ્લેંડમાં કોરોનાનો જે નવો સ્ટ્રેન મળ્યો છે, તે ગત વખત કરતાં અલગ છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન વધુ ઝડપથી સંક્રમણ પણ ફેલાવી રહ્યો છે. હવે સ્વાસ્થ્ય અધિકારી તેની તપાસમાં લાગી ગયા છે અને અત્યારે તેને 'અંડર ઇનવેસ્ટિગેશન' રાખવામાં આવ્યો છે.

Gujarat સહિત પડોશી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા


આ નવા કોરોના સ્ટ્રેનથી પહેલો વ્યક્તિ 15 ફેબ્રુઆરીના રોજ સંક્રમિત થયો હતો. અને માનવામાં આવી રહ્યું છે કે કોરોનાનો આ નવો સ્ટ્રેન ઇગ્લેંડમાં જ પેદા થયો છે. આ નવા સ્ટ્રેનથી સંક્રમિત તમામ 16 લોકોને આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. 


ઇગ્લેંડમાં કોરોનાના ચાર વેરિએન્ટ
ઇગ્લેંડ (England)માં કોરોના વાયરસ (Coronavirus) ના 4 વેરિએન્ટ મળી ચૂક્યા છે. આ બધાની તપાસ થઇ રહી છે. આ સ્ટ્રેન મૂળ વાયરસથી થોડો અલગ છે. બ્રિટેનના સ્વાસ્થ્ય વિભાગ કોરોનાના નવા સ્ટ્રેનને લઇને ચિંતિત છે. જોકે આ દરમિયાન એક વ્યક્તિ એવો પણ મળ્યો છે. જેને બ્રાજીલિયન સ્ટ્રેનથી સંક્રમિત મળી આવ્યો છે. આ દરમિયાન ઓછામાં ઓછા 379 લોકોને કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્રારા શોધવામાં આવ્યો છે અને તમામનો કોરોના ટેસ્ટ થઇ રહ્યો છે. પરંતુ તેમાં જે ચિંતા વાળી વાત છે તે કોરોનાનો નવો સ્ટ્રેન હોમ ટેસ્ટિંગ કિટના માધ્યામથી તપાસ બાદ પણ પકડાતો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube