હ્યૂસ્ટનઃ કોરોના મહામારી (Corona Pandemic) સામે જંગમાં ભારત વૈશ્વિક આગેવાની કરી રહ્યું છે. મદદગાર દેશો સિવાય વિશ્વના મોટા દેશોમાં પણ ભારતીય વૈજ્ઞાનિકો અને ડોક્ટરોની સફળતાનો ડંકો વાગી રહ્યો છે. આ સિલસિલામાં ભારતીય પ્રતિભાની પ્રશંસા કોઈ રાજદ્વારીએ નહીં પરંતુ અમેરિકાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કરી છે. દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ સાથે મળીને ભારતમાં નિર્મિત કોવિડ-19  (Covid-19) રસીએ વિશ્વને ઘાતક મહામારી (Fatal Pandemic) થી બચાવી છે. કોરોના સામે જંગમાં ભારતના યોગદાનને ઓછુ ન આંકવુ જોઈએ, આ દાવો અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિકે એક વેબિનારમાં કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ છે ભારત'
મહામારી દરમિયાન દવાના ક્ષેત્રમાં વ્યાપક અનુભવ તથા જ્ઞાનને કારણે ભારતને 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' કહેવામાં આવ્યું. વિશ્વમાં સૌથી મોટો દવા નિર્માતા દેશ ભારત છે અને વધુ સંખ્યામાં દેશોએ કોરોના વાયરસની રસી ખરીદવા માટે તેનો સંપર્ક કર્યો છે. 


આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં પતિ-પત્ની અને બાળકો સહિત આખા હિન્દુ પરિવારની હત્યા


ભારતની રસીએ દુનિયાને બચાવી
હ્યૂસ્ટનમાં બાયલોર કોલેજ ઓફ મેડિસનના નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો. પીટર હોટેઝ (Dr Peter Hotez) એ હાલમાં એક વેબિનાર દરમિયાન કહ્યું કે, એમઆરએનએની બે રસીનો વિશ્વના ઓછી મધ્યમ આવકવાળા દેશો પર પ્રભાવ ન પડત, પરંતુ ભારતની રસીએ વિશ્વને બચાવી છે અને તેના યોગદાનને ઓછુ ન આંકવુ જોઈએ.


વેબિનાર 'કોવિડ-19: વેક્સિનેશન એન્ડ પોટેન્શિયલ રિટર્ન  ટૂ નોર્મલ્સી- ઇફ એન્ડ વેન (Covid-19: Vaccination and Potential Return to Normalcy - If and When' માં ડો. હોટેઝે કહ્યુ કે, કોરોના વેક્સિનની રસીના વિકાસથી વાયરસ સામે લડવામાં વિશ્વને ભારતની ભેટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube