હવે માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જશે કે કોરોના છે કે નહીં! 90 % રિઝલ્ટનો કરાયો દાવો
Covid Breath Test: કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે.
નવી દિલ્લીઃ કોરોના કાળમાં વાયરસનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તેને અટકાવવા અને વાયરસની ઓળખ કરવા માટે દુનિયાભરમાં અલગ અલગ લેવલ પર રિસર્ચ થઈ રહ્યાં છે. આ દરમિયાન સિંગાપુરના એક વૈજ્ઞાનિકો અનોખું કોવિડ બ્રેથ ટેસ્ટ મશીન વિકસાવ્યું છે. આ મશીનના શોધક ડો. જિયા ઝૂનાનનો દાવો છેકે, વ્યક્તિએ માત્ર એક ફૂંક મારવાની હોય છે, તેનો ટેસ્ટ થઈ જાય છે અને તેમણે વિકસાવેલાં ટેસ્ટીંગ મશીનમાં 90 ટકા સુધી સચોટ પરિણામ મળી જાય છે.
ભારતમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કારણે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધ્યું છે. જોકે, સૌથી વધારે સમય કોરોનાના ટેસ્ટીંગમાં જ લાગી રહ્યો છે. આ સ્થિતિને વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. સિંગારપોરના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો છેકે, તેમણે એવું મશીન વિકસાવ્યું છેકે, જેમાં માત્ર એક ફૂંક મારતા જ ખબર પડી જાય છેકે, વ્યક્તિને કોરોના છેકે, નહીં. અને તેમના મતે આ મશીન 90 ટકા સુધી સચોટ પરિણામ આપે છે. ઉલ્લેખનીય છેકે, RTPCR ટેસ્ટ ભારતમાં 24 કલાકથી લઈ 72 કલાક સુધી લેતા હતા.
Anupamaa: આલીશાન ઘરમાં રહે છે Rupali Ganguly, તસવીરો જોઈને તમે પણ થઈ જશો ખુશ
કઈ રીતે થાય છે કોરોનાના દર્દીની ઓળખ?
ડો.જિયા ઝૂનાન કે જેમણે આ વિકસિત કર્યું છે તે અને બ્રીથોનિક્સનાં CEOએ જણાવ્યું કે બિમારીઓનાં પ્રમાણમાં શ્વાસમાં પણ અલગ અલગ પ્રકારનાં ફેરફાર આવતા રહે છે. એટલે જ્યારે આ ટેસ્ટ કરવામાં આવે છે તેમાં જ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં જે ફેરફાર આવે છે તેનાથી તરત જાણી શકાય છે.
SHAHRUKH ને આ CLASSIC ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર રૂપિયા, જાતે વેચવી પડી હતી ફિલ્મની ટિકિટો
જોકે, ભારતમાં હજું આવા કોઈપણ પ્રકારના મશીનની સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. જ્યાં સુધી ભારત સરકાર આવા કોઈપણ ટેસ્ટીંગ મશીનની મંજૂરી ન આપે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાં સુધી તે જોખમી સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube